દુષ્ટ બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના ચહેરા અને શરીર પર બળજબરીથી તેના નામના 250 વખત ટેટુ કરાવ્યા!

world news: સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકતા હોય છે, પરંતુ 52 વર્ષીય જોક માટે તેનો સંબંધ એક દુઃસ્વપ્ન સાબિત થયો. જોકનો આરોપ છે કે તેના ભૂતપૂર્વ જીવનસાથી Andy Han માત્ર માનસિક અને શારીરિક રીતે જ તેનું શોષણ કરતો ન હતો, પરંતુ તેની ઓળખ ભૂંસી નાખવા માટે તેના આખા શરીરને ટેટુથી ભરી દીધું હતું. આજે જોકનું શરીર 90% તેના ભૂતપૂર્વ પ્રેમીના નામ અને અપમાનજનક શબ્દોથી ઢંકાયેલું છે.
250 ટેટૂ અને પ્રોપર્ટી હોવાનો ટેગ
આ ખોફનાક સિલસિલો 2020 અને 2021ની વચ્ચે શરૂ થઈ હતી. જોક કહે છે કે હેને એક ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી સસ્તું ટેટૂ મશીન ખરીદ્યું હતું અને તેના ચહેરા, નાક, કાન અને તેની આંખોની નજીક પણ બળજબરીથી પોતાનું નામ અને તેના ઈનિશ્યલ્સના ટેટૂ કરાવ્યા હતા. તેણે જોકના શરીર પર પ્રોપર્ટી ઓફ હેન્સ જેવા શરમજનક શબ્દસમૂહો પણ લખ્યા હતા.
નશામાં ધૂત હાલતમાં ત્રાસ ગુજારવામાં આવ્યો
જેમ જેમ હેન્સનું પાગલપન વધતું ગયું તેમ તેમ તે જોકને ડરાવવા અને ધમકાવવા લાગ્યો. પીડાથી પોતાને રાહત આપવા માટે જોકે દારૂ અને ડ્રગ્સનો આશરો લીધો, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ લઈને હેને કલાકો સુધી તેના શરીર પર ટેટૂ કર્યા, ખાસ કરીને એવા વિસ્તારોને નિશાન બનાવ્યા જ્યાં તેને શંકા હતી કે અન્ય પુરુષો દ્વારા સ્પર્શ કરવામાં આવ્યો છે.

કાનૂની ગૂંચવણો અને ‘સંમતિ’નો ખેલ
જોક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી, પરંતુ દુઃખની વાત છે કે આરોપી હજુ પણ મુક્ત છે. તેણે દાવો કર્યો હતો કે ટેટૂ જોકની સંમતિ અને ઇચ્છાથી બનાવવામાં આવ્યા હતા. પુરાવાના અભાવે પોલીસ માટે આ સાબિત કરવું મુશ્કેલ બન્યું. જોક માટે આ એક અન્યાયથી ઓછું કંઈ નથી.
જોક આજે ચેરિટી સંસ્થા સ્ટીચિંગ સ્પાઈટ વાન ટેટૂની મદદથી આ ટેટૂઝ કાઢી રહ્યા છે. તે રીમુવ કરવા તેના માટે વધુ પીડાદાયક અને ખર્ચાળ છે. એક લેસર મશીનનો ખર્ચ કરોડો રૂપિયા થાય છે. લોકોએ આ કાર્ય માટે ઉદારતાથી દાન આપ્યું છે અને અત્યાર સુધીમાં 30,000 યુરો (લગભગ 27 લાખ રૂપિયા) થી વધુ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. જોકને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં તે સંપૂર્ણપણે ટેટૂ-મુક્ત થઈ જશે.
આ પણ વાંચોઃ WhatsAppનું નવું ફીચર, બિઝનેસ મેસેજ માટે આવ્યું નવું સેક્શન












