ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsAppનું નવું ફીચર, બિઝનેસ મેસેજ માટે આવ્યું નવું સેક્શન

Tech News: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp બિઝનેસ ચેટ્સને ઓર્ગેનાઈઝ કરવા માટે એક નવા ફીચર પર કામ કરી રહી છે. આ ફીચરનું નામ ઓટો-ઓર્ગેનાઇઝ બિઝનેસ ચેટ છે. વોટ્સએપના અપકમિંગ ફીચરને ટ્રેક કરનારા પોર્ટલ Wabetainfo એ આ ફીચર વિશે માહિતી આપી છે.

વોટ્સએપની આ નવી સુવિધા યુઝર્સને તેમના બિઝનેસ એકાઉન્ટ્સમાં મહત્ત્વની બિઝનેસ વાતચીત સરળતાથી શોધવામાં મદદ મળશે. એક ડેડિકેટેડ લિસ્ટ દ્વારા વોટ્સએપ જાતે જ તમામ બિઝનેસ એકાઉન્ટ્સની ચેટ્સને કોઈ પણ મેન્યુઅલી સેટઅપ વગર ફિલ્ટર કરી લેશે. નવા અપડેટથી યુઝર્સ માટે એક જ જગ્યાએ બિઝનેસ ચેટ્સને ઍક્સેસ કરવાનું સરળ બનશે. રિપોર્ટ અનુસાર આ સુવિધા હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને તેને સરળ બનાવવાની નવી રીત પણ શોધી રહી છે.

એન્ડ્રોઇડ 2.26.15.9 બીટા અપડેટ પછી એવું પ્રકાશમાં આવ્યું છે કે WhatsApp એક એવી સુવિધા પર કામ કરી રહ્યું છે જે આપમેળે બિઝનેસ ચેટ્સ ઓટોમેટિક ઓર્ગેનાઈઝ કરશે અને સ્પેમને ઘટાડશે.

હાલના સમયમાં યુઝર્સને બિઝનેસ એકાઉન્ટ્સના મેસેજ નોર્મલ ચેટ લિસ્ટમાં આવે છે, જ્યારે બિઝનેસ મેસેજની સંખ્યા વધે છે, ત્યારે જરૂરી ચેટ્સને શોધવાનું મુશ્કેલ બની શકે છે.

નવું બિઝનેસ ચેટ મેનેજમેન્ટ ફીચર કેવી રીતે કાર્ય કરશે?

નવી સુવિધા સાથે યુઝર્સ પસંદ કરી શકશે કે કઈ બિઝનેસ ચેટ મુખ્ય ચેટ લિસ્ટમાં રહેશે અને કઈ નહીં. બિઝનેસ મેસેજ મળ્યા બાદ 24 કલાક પછી નવા બિઝનેસ સેક્શનમાં મુવ કરી શકાશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બિઝનેસ સેક્શન શું છે?

વોટ્સએપ બિઝનેસ સેક્શન કેવું દેખાશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી. શરૂઆતના અહેવાલો સૂચવે છે કે તે એક અલગ ચેટ લિસ્ટ હોઈ શકે છે. વોટ્સએપ એક નવું ઇનબોક્સ રજૂ કરી શકે છે, જે આર્કાઇવ્ડ ચેટ્સ અથવા થર્ડ-પાર્ટી ચેટ્સ માટે હોય છે.

આ પણ વાંચોઃ વેબ બ્રાઉઝિંગ જોખમમાં! ટેલિગ્રામ અને પ્રોફાઇલ ડેટા ચોરતી 108 લિંક્સનો પર્દાફાશ

Back to top button