
NEETની પરીક્ષામાં માર્ક્સ અપાવી દેવાની ગેરંટી અપાઈ
HD ડેસ્ક ન્યૂઝ, 3 મે, 2025: વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રતિવર્ષ NEETની પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે આવતીકાલે તા.04 મે 2025ના (રવિવાર)ના રોજ આ પરીક્ષા યોજાવાની છે, તેના પહેલા સૌથી મોટો દાવો સામે આવ્યો છે. કૌભાંડીઓ દ્વારા પરીક્ષા પહેલા પૈસા લઈને NEETમાં ઊંચું મેરિટ મેળવોનો દાવો સામે આવ્યો છે. Conspiracy to award more marks in crores in NEET exam આ કૌભાંડ દેશવ્યાપી હોવાની આશંકાથી ખળભળાટ મચ્યો છે. એક્સપર્ટનું માનવું છે કે, દેશભરમાં એજન્ટ ફેલાયેલા હોઈ શકે છે. 75 લાખથી 1 કરોડમાં માર્કસ આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. 650+માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. જ્યારે ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે.
રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી લાલચ આપી હતી. વાલીને ટોળકીના વચેટિયાએ હોટેલમાં કરેલી ડીલની વિગતો મળી આવી છે. જેમાં આવતીકાલે લેવાનારી NEETની પરીક્ષામાં માર્ક્સ અપાવી દેવાની ગેરંટી અપાઈ છે. NEETની પરીક્ષામાં આ વખતે પણ વચેટિયાઓ સક્રિય થઈ ગયા છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યો સુધી આ વચેટિયાઓનું નેટવર્ક ફેલાયેલું છે. કાલે લેવાનારી NEETની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની વાલીઓને ગેરંટી અપાઈ છે. ગત વખતે ગુજરાતમાંથી કનેક્શન ઝડપાતાં આ વખતે કર્ણાટકના બેલગામ, હુબલી અને બેંગ્લોરમાં સેટિંગ કરાયું છે.
વિદ્યાર્થીઓના આધારકાર્ડ 5 મહિના પહેલા અન્ય રાજ્યના બનાવી દેવાયા છે. તેમજ દલાલ અને રાજકોટના વાલીનો આડિયો પણ VTVNEWSને મળ્યો છે. માર્ક્સ અપાવી દેવાના ષડયંત્રની નિવૃત જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળી છે. આ ષડયંત્રમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક એજન્ટ સક્રિય છે. તો અમદાવાદના એક ખાનગી કલાસિસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે આ કારણોસર હવે મેડિકલના મહેનતુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દેશની ટોચની પરીક્ષામાં પણ કોની સંડોવણીથી વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપવાની ગેરંટી આપવામાં આવે છે તે જોવાનું રહ્યું છે.
આ પણ વાંચો..હવે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ ભણાવવાનું થશે બંધ: જાણો શા માટે GTUએ લીધો નિર્ણય












