અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હવે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ ભણાવવાનું થશે બંધ: જાણો શા માટે GTUએ લીધો નિર્ણય

HD ડેસ્ક ન્યૂઝ, 3 મે, 2025: teaching engineering in Gujarati language will stop નવી એજ્યુકેશન પોલિસીનો ફિયાસ્કો થયો છે. સરકારે ગુજરાતીમાં એન્જિનિયરિંગ કોર્સ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ વિદ્યાર્થી ના મળતા ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો GTU દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. NEP હેઠળ વિદ્યાર્થીઓ માતૃભાષામાં એન્જિનિયરિંગ કરે એ માટે ગુજરાતીમાં પુસ્તકો પણ તૈયાર કર્યા હતા.

GTU સંલગ્ન જીપેરી (ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સિટ્‌ટ્યુટ) કોલેજમાં 2022માં ડિગ્રી ઈજનેરી ગુજરાતીમાં શરૂ કરવામા આવ્યુ હતું. ચાર બ્રાંચમાં ગુજરાતીમાં અભ્યાસક્રમો શરૂ કરાયા હતા, પરંતુ આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ જ ના આપવા નિર્ણય કરાયો છે. મહેસાણામાં આવેલ જીપેરી કોલેજમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ શરૂ કરાયું હતું. માતૃભાષામાં એન્જિનિયરિંગ કરાવવાના ત્રણ વર્ષના પ્રયત્નો બાદ આખરે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત GTU દ્વારા પોતાની સંલગ્ન જીપેરી ઈજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓ વધે તે માટે GTU સાથેનું જોડાણ ધરાવતું નામ પણ કોલેજને આપવામાં આવ્યું છે.

સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક અને કોમ્પ્યુટર બ્રાન્ચના ગુજરાતી પુસ્તકો પણ તૈયાર કરાયા હતા. ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં એન્જિનિયરિંગ કરવું હોવાથી ગુજરાતીમાં ભણવા માટે રસ ના દાખવ્યો. ગુજરાતીમાં એન્જિનિયરિંગ બાદ નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં સમસ્યા થતી હોવાનું સામે આવ્યું છે. ટ્યુશન ફી વેવર સ્કીમ હેઠળ વિદ્યાર્થીોને ફી ભરવાની ન હોવા છતાં પણ આ સ્કીમમાં પણ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા નથી. આમ ઈડબ્લ્યુએસ સાથેની 34 બેઠકો ખાલી જ રહેતી હતી. ગત વર્ષે પણ 34 બેઠકોમાંથી એક પણ બેઠક એક પણ કોર્સમાં ભરાઈ નથી. જેથી અંતે 2025-26થી ગુજરાતીમાં ઈજનેરી અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જીટીયુ દ્વારા જીપેરી કોલેજનું નામ પણ બદલી દેવાયું છે.

આ પણ વાંચો..રાજકોટ પોલીસ એક્શનમાં: 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓને ઝડપી પાડયા

Back to top button