મનોરંજન

રશ્મિકા મંદાનાને ટ્રોલ કરનારાઓને જાવેદ અખ્તરે આપ્યો સણસણતો જવાબ: ‘કોફી વિથ કરણ 9’ માં અભિનેત્રીએ વ્યક્ત કરી હતી દિલની વ્યથા

Javed Akhtar Slams Trolls Targeting Rashmika Mandanna’s Accents: દક્ષિણ અને હિન્દી સિનેમામાં પોતાની અદાકારીથી મોટો ચાહકવર્ગ ઊભો કરનાર અભિનેત્રી રશ્મિકા મંદાના તાજેતરમાં ચર્ચિત ચેટ શો ‘કોફી વિથ કરણ’ ની સીઝન 9 ના નવીનતમ એપિસોડમાં નજરે પડી હતી. આ ખાસ એપિસોડમાં તે પોતાના પતિ અને જાણીતા અભિનેતા વિજય દેવરકોંડા સાથે જોવા મળી હતી. શો દરમિયાન રશ્મિકાએ પોતાની કારકિર્દી, ભાષા અને ઉચ્ચારણને લઈને સોશિયલ મીડિયા પર સતત થતા ટ્રોલિંગ અંગે ખુલ્લા મનથી વાત કરી હતી. હવે, ભારતીય સિનેમાના પ્રખ્યાત ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે રશ્મિકાના સમર્થનમાં આવીને ટ્રોલર્સની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.

જાવેદ અખ્તરે ટ્રોલર્સને ભણાવ્યો પાઠ

રશ્મિકા મંદાનાના ઉચ્ચારણ (Accents) પર સવાલો ઉઠાવનારાઓ પર નિશાન સાધતા ગીતકાર જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક આકરી પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે, “જે લોકોને રશ્મિકાના ઉચ્ચારણ સામે વાંધો છે, તેમને વાંચવા માટે તમિલ ભાષાની થોડી લાઈનો આપવી જોઈએ. તમિલ એ વિશ્વની સૌથી જૂની બોલાતી ભાષાઓમાંની એક છે; જોઈએ કે તેઓ તેને કેટલી સારી રીતે બોલી શકે છે! કોઈ ચોક્કસ ભાષા પ્રત્યે શ્રેષ્ઠતાની આવી ખોટી અને પાયાવિહોણી મનોવૃત્તિ બિલકુલ યોગ્ય નથી.”

ટિકાકારો સામે રશ્મિકાનો મક્કમ અવાજ

શો દરમિયાન ટ્રોલિંગ અંગે વાત કરતાં રશ્મિકા મંદાનાએ ખુલાસો કર્યો હતો કે, કારકિર્દીની શરૂઆતથી જ તેને કોઈને કોઈ બાબતે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. રશ્મિકાએ કહ્યું, “મેં જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારથી જ મારા પર્ફોર્મન્સ, ભાષા, એક્ટિંગ કે પ્રોનન્સિએશન માટે ટ્રોલ કરવામાં આવી છું. પરંતુ હું આ ટીકાઓના કારણે મારી આસપાસ કોઈ સીમાઓ કે અવરોધો ઊભા કરવા માંગતી નહોતી. હું માત્ર એક ભાષા કે એક ઈન્ડસ્ટ્રી સુધી સીમિત રહેવાને બદલે તમામ ભાષાઓ અને ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા ઈચ્છું છું.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હિન્દી ફિલ્મોના ડાયલોગ્સ પર સોશિયલ મીડિયા પર થઈ હતી ચર્ચા

રશ્મિકા મંદાનાના હિન્દી ફિલ્મોના સંવાદો ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા રહ્યા છે. ખાસ કરીને વર્ષ 2025 માં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મ “થામા” અને 2026 માં આવેલી ફિલ્મ “કોકટેલ 2” બાદ તેના ઉચ્ચારણને લઈને ઈન્ટરનેટ પર ફરી બહસ શરૂ થઈ હતી. આ અગાઉ તેની હિટ ફિલ્મો જેવી કે “એનિમલ”, “છાવા” અને “સિકંદર” માં પણ તેના હિન્દી ઉચ્ચારણ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. જોકે, તમામ વિવાદો વચ્ચે પણ રશ્મિકા પોતાની કામગીરીથી સતત સફળતાના શિખરો સર કરી રહી છે.

આ પણ વાંચો: બોલિવૂડમાં નવી રોમેન્ટિક જોડી ધમાકો કરવા તૈયાર: આદિત્ય રોય કપૂર અને તારા સુતારિયા રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મમાં ચમકશે

Back to top button