હનુમાન અંશની સફળતા બાદ કૈંચી ધામમાં ભીડ, ડાયરેક્ટરે ભક્તોને કરી ખાસ અપીલ

Kainchi-Dham-Devotees: ફિલ્મ ‘હનુમાન અંશ (Hanuman Ansh)’ને મળી રહેલી જબરદસ્ત સફળતા વચ્ચે ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલા પ્રસિદ્ધ કૈંચી ધામ (Kainchi Dham)માં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિર પરિસરમાં લાંબી કતારો અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મના લેખક અને દિગ્દર્શક ડૉ. વિશાલ ચતુર્વેદીએ ભક્તોને ખાસ અપીલ કરી છે.
કૈંચી ધામ જતા પહેલા સ્થિતિ જાણી લેવા અપીલ
Humble request 🙏❤️#kaichidham https://t.co/rFOrmQVzxj
— Dr. Vishal Chaturvedi #विष (@filmervishal) October 4, 2026
વિશાલ ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે ‘જય સીતારામ’ સાથે પોતાની વાત શરૂ કરી અને કૈંચી ધામમાં હાલ જોવા મળી રહેલી ભીડ અંગે ભક્તોને જાણકારી આપી.
તેમણે કહ્યું કે
હાલમાં કૈંચી ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ફિલ્મ ‘હનુમાન અંશ’ જોયા બાદ પણ લોકો બાબા નીમ કરૌલીના દર્શન માટે કૈંચી ધામ જવા માટે પ્રેરાઈ રહ્યા હોવાની ચર્ચા છે. જોકે, તેમણે ભક્તોને અપીલ કરી કે કૈંચી ધામ જતાં પહેલાં ત્યાંની હાલની ભીડ અને ટ્રાફિકની સ્થિતિની માહિતી મેળવી લેવી જોઈએ. જો મંદિર તરફ જવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે અથવા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ હોય, તો પ્રવાસ થોડા સમય માટે ટાળવો અથવા અન્ય પવિત્ર સ્થળોની મુલાકાત લેવી યોગ્ય રહેશે, તેમ તેમણે જણાવ્યું.
બાબા નીમ કરૌલી સાથે જોડાયેલા આ સ્થળોની પણ મુલાકાત લઈ શકાય
વિશાલ ચતુર્વેદીએ ભક્તોને કૈંચી ધામના વિકલ્પ તરીકે બાબા નીમ કરૌલી મહારાજ સાથે જોડાયેલા અન્ય ધાર્મિક સ્થળોની માહિતી પણ આપી. તેમણે ઋષિકેશ-નૈનીતાલ માર્ગ પર આવેલા હનુમાન ગઢી મંદિર, અકબરપુરમાં આવેલું બાબા નીમ કરૌલીનું જન્મસ્થળ, વૃંદાવનનું સમાધિ સ્થળ અને નીબ કરૌરી ગામનો ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા પ્રમાણે, કૈંચી ધામમાં ભીડ વધારે હોય તો ભક્તો આ સ્થળોએ જઈને પણ પ્રાર્થના અને દર્શન કરી શકે છે. તેમણે કહ્યું કે બાબા નીમ કરૌલીની કૃપા માત્ર એક સ્થળ પૂરતી મર્યાદિત નથી અને તેઓ દરેક ભક્તના હૃદયમાં વસે છે.
ભારે ભીડથી બાળકો અને મહિલાઓને મુશ્કેલી
દિગ્દર્શકે ભક્તોની સુવિધાને પણ મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે ભારે ભીડ અને લાંબા ટ્રાફિક જામને કારણે પરિવાર સાથે આવતા લોકોને ખાસ કરીને બાળકો અને મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ જતા હોવાની વાત પણ તેમણે કરી. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓએ ઉતાવળ કરવાને બદલે ત્યાંની પરિસ્થિતિ સમજીને જ પ્રવાસનું આયોજન કરવું જોઈએ, તેવી તેમણે અપીલ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘હનુમાન અંશ’ની કમાણી 419 કરોડને પાર
બીજી તરફ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ (Box Office) પર પણ સતત સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના 58મા દિવસે પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં ₹379.96 કરોડનું ગ્રોસ કલેક્શન (Gross Collection) કર્યું છે. જ્યારે ફિલ્મનું નેટ કલેક્શન (Net Collection) ₹321.73 કરોડ સુધી પહોંચી ગયું છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ (Worldwide Box Office) પર ફિલ્મની કુલ કમાણી પણ ₹419.46 કરોડને પાર પહોંચી ગઈ છે. ફિલ્મની સફળતા વચ્ચે કૈંચી ધામમાં ભક્તોની વધતી સંખ્યા હવે ચર્ચાનો વધુ એક મોટો વિષય બની છે.
આ પણ વાંચો : દારુબંધીવાળા ગુજરાતમાં દારુની રેલમછેલ, ભાયલા ટોલનાકા પાસે દારૂ ભરેલી આખી ટ્રક ઝડપાઈ












