ટ્રેન્ડિંગનેશનલ

કરોડપતિ વેપારીની હત્યામાં મોડેલ શ્રદ્ધા દુબેના ચોંકાવનારા ખુલાસા! શિવા શર્માને કપડાં ઉતરાવી લિપસ્ટિક લગાવી

Shiva Sharma Murder Case: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કરોડપતિ વેપારી શિવા શર્મા હત્યા કેસમાં ધરપકડ કરાયેલી મોડેલ શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ દુબે અને ડ્રાઇવર તનવીર અલી ઉર્ફે દાનિશની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનો પોલીસનો દાવો છે. પોલીસ પૂછપરછ મુજબ, હત્યાની ઘટનાના દિવસે શ્રદ્ધા અને તેના સાથીઓએ શિવા શર્માને માનસિક તેમજ શારીરિક રીતે પ્રતાડિત કર્યા હતા. આરોપ છે કે શિવાનું અપમાન કરવા માટે તેના કપડાં ઉતરાવવામાં આવ્યા હતા અને તેના શરીર પર લિપસ્ટિક લગાવવામાં આવી હતી.

શિવાને જબરદસ્તી ડાન્સ કરાવ્યો, કલાકો સુધી અપમાનિત કર્યાનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાએ તેની બહેન રશ્મિ, નજીકના સાથી આમિર અને ડ્રાઇવર દાનિશની હાજરીમાં શિવા શર્માને જબરદસ્તી ડાન્સ કરવા મજબૂર કર્યો હતો. આરોપ છે કે ચારેયે મળીને કલાકો સુધી શિવાને અપમાનિત અને પ્રતાડિત કર્યો હતો.

પૂછપરછ દરમિયાન શ્રદ્ધાએ કથિત રીતે સ્વીકાર્યું હોવાનો દાવો છે કે તે શિવાનો ઉપયોગ કરી રહી હતી અને શિવા તેના સંપૂર્ણ નિયંત્રણમાં હતો. શ્રદ્ધા તેની પાસે પગ દબાવડાવતી હોવાનો પણ આરોપ છે. એટલું જ નહીં, તેણે શિવાના અનેક વાંધાજનક વીડિયો બનાવ્યા હતા અને આ વીડિયોના આધારે તેને બ્લેકમેઇલ કરવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હુક્કા બારમાં બેસીને અમીર પરિવારોને નિશાન બનાવવાની યોજના?

તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, શ્રદ્ધા દરરોજ રાત્રે લખનઉના વિભૂતિખંડ વિસ્તારમાં આવેલા કિસાન બજારના એક કેફેમાં પોતાના સાથીઓ સાથે જતી હતી. ત્યાં હુક્કો પીતી વખતે અમીર પરિવારોના લોકોને નિશાન બનાવવાની યોજનાઓ ઘડાતી હોવાનો પોલીસનો દાવો છે.

શિવા શર્મા અને શ્રદ્ધાની પ્રથમ મુલાકાત પણ આ જ કેફેમાં થઈ હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર શ્રદ્ધાની મોટાભાગની તસવીરો પણ આ કેફેની હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મોટા અધિકારીઓ સાથેની તસવીરો બતાવી ધાક જમાવતી હતી શ્રદ્ધા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા પોતાની વગ અને પ્રભાવનો ડર બતાવવા માટે શિવાને મોટા અધિકારીઓ તથા પ્રભાવશાળી લોકો સાથે પાર્ટીઓમાં લીધેલી તસવીરો બતાવતી હતી. આ તસવીરો પેનડ્રાઇવમાં સાચવી રાખવામાં આવી હતી.

આરોપ છે કે શ્રદ્ધા પ્રભાવશાળી લોકોનાં નામનો ઉપયોગ કરીને અન્ય લોકો પર દબાણ ઊભું કરતી હતી. આ જ વગનો ઉપયોગ કરીને તેણે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એક FIR પણ નોંધાવી હતી.

હત્યા બાદ કેફે સંચાલક ફરાર, આમિરની પણ શોધખોળ

શ્રદ્ધા અને તેના સાથીઓની ધરપકડ બાદ કેફે સંચાલક દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. બીજી તરફ, શિવને પ્રતાડિત કરવા અને હત્યાની ઘટના બાદ તેને નેપાળ ભાગી જવામાં મદદ કરવાના આરોપી આમિરની પણ હજુ સુધી ધરપકડ થઈ નથી.

આ કેસમાં ધરપકડ કરાયેલી શ્રદ્ધા દુબે, રશ્મિ દુબે અને તનવીર અલી ઉર્ફે દાનિશને CJM કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 13 નવેમ્બર સુધી લંબાવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જેલમાં વકીલ સાથે વધુ સમય મુલાકાતની માગ

શ્રદ્ધાએ જેલમાં પોતાના વકીલ સાથે મુલાકાત માટે અઠવાડિયામાં વધુ સમય આપવાની માગ કરી હતી. આ ઉપરાંત તેણે કોર્ટમાં રૂબરૂ હાજર કરવાની પણ વિનંતી કરી હતી. જોકે, રૂબરૂ હાજર થવાની માગ પાછળનું કારણ પૂછવામાં આવતાં તે મૌન રહી હતી.

અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે જરૂરિયાત જણાશે ત્યારે જ શ્રદ્ધાને કોર્ટમાં રૂબરૂ રજૂ કરવામાં આવશે. હાલ આ કેસમાં પોલીસની તપાસ ચાલુ છે અને ફરાર આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: યુરોપમાં મહા સાયબર એટેક: કેટલાય સ્ટોર્સના ફ્રિજ હેક કર્યા, તાપમાન 50 ડિગ્રીએ પહોંચાડી દીધું

Back to top button