ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

લખનૌમાં મોડીરાત્રે હિંસક હુમલો, ભાજપના યુવા નેતાના મોતથી ચકચાર

Violent attack in Lucknow :   ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ક્લબની બહાર સિગારેટને લઈને થયેલા નાનકડા વિવાદે ભયાનક રૂપ ધારણ કર્યું અને ભાજપ યુવા મોર્ચાના એક નેતાની હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ અયોધ્યાના ભાજપ યુવા મોર્ચા જિલ્લા સમિતિના સભ્ય શિવમ સિંહ તરીકે થઈ છે.

માહિતી મુજબ, શિવમ સિંહ પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા અયોધ્યાથી લખનૌ આવ્યા હતા. તેઓ રવિવારે મોડી રાત્રે વિભૂતિખંડ વિસ્તારમાં આવેલા જલવા ક્લબ બહાર ઉભા રહી સિગારેટ પી રહ્યા હતા. ત્યારે કેટલાક યુવકો ત્યાં આવ્યા અને શિવમ પાસે સિગારેટ માગી. શિવમે તેમને સિગારેટ આપી દીધી હતી, પરંતુ થોડીવાર બાદ યુવકોએ ફરી સિગારેટ માગતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વિવાદ વધતા શિવમ ત્યાંથી ચાલ્યા ગયા હતા, પરંતુ થોડા અંતરે પહોંચતા જ કેટલાક યુવકો ફરી પાછા આવ્યા અને શિવમ પર ઈંટ-પથ્થરોથી હુમલો કર્યો. આરોપીઓએ સતત ઈંટોથી હુમલો કરતા શિવમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના દરમિયાન તેમના મિત્રો ત્યાંથી ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.

સ્થાનિક લોકોની મદદથી શિવમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર હુમલામાં શિવમના શરીરના અનેક ભાગોમાં ફ્રેક્ચર થયા હતા.

આ મામલે વિભૂતિખંડ પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આસપાસના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

બીજી તરફ, લખનૌના તાલકટોરા વિસ્તારમાં પણ રસ્તા પર મારામારી અને હંગામાનો વીડિયો વાયરલ થયો છે. અહીં કેટલાક યુવકોએ જાહેરમાં એક યુવકને માર માર્યો હતો. વીડિયોમાં એક યુવક બીજા યુવકને બેલ્ટ વડે માર મારતો જોવા મળે છે. આ દરમિયાન ગાળો અને હંગામો પણ થયો હતો. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

લખનૌમાં સતત વધી રહેલી હિંસક ઘટનાઓને લઈને લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : અંધશ્રદ્ધા : સાંબરકાંઠામાં મહિલાને ડાકણ હોવાનું કહી દંપતિ પર જીવલેણ હુમલો, પતિનું મોત

Back to top button