સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચાબુક: મહિલા વકીલો માટે શૌચાલય ન હોવા પર CJI લાલચોળ!

Supreme Court Women Lawyers Toilets Order: દેશભરની અદાલતોમાં અન્ય નાગરિકોને ન્યાય અપાવવા માટે લડત આપતી મહિલા વકીલો માટે મૂળભૂત સુવિધાઓનો ઘોર અભાવ એક કઠોર વાસ્તવિકતા છે. આ અત્યંત સંવેદનશીલ મુદ્દાને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે આકરો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની ખંડપીઠે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ હાઈકોર્ટને દેશભરની તમામ નીચલી અને જિલ્લા કોર્ટોમાં મહિલાઓ માટે અલગ, સ્વચ્છ અને સુરક્ષિત બાર રૂમ તેમજ શૌચાલય સ્થાપિત કરવા કડક નિર્દેશો જારી કર્યા છે.
“માળખાગત સુવિધાઓના અભાવ માટે કોઈ બહાનું સ્વીકારાશે નહીં”
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે આકરા શબ્દોમાં સ્પષ્ટતા કરી હતી કે, “અદાલતોમાં મહિલા વકીલો માટે માળખાગત સુવિધાઓ અને પાયાની અસુવિધાઓના અભાવ માટે કોઈપણ પ્રકારનું બહાનું કે સમર્થન સ્વીકારી શકાય નહીં. બારના તમામ સભ્યોને આ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી એ તમામ રાજ્યો અને ઉચ્ચ અદાલતોની નૈતિક અને કાનૂની પ્રાથમિક જવાબદારી છે.” સર્વોચ્ચ અદાલતના આ વલણથી દેશભરની હજારો મહિલા વકીલોને મોટી રાહત મળી છે.
સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારા આંકડા જાહેર
સુનાવણી દરમિયાન એમિકસે કોર્ટ સમક્ષ રાજ્યો દ્વારા દાખલ કરાયેલા 16 થી 17 સોગંદનામાના આધારે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. જેમાં સામે આવ્યું કે અદાલતોમાં મહિલા વકીલો માટે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા અત્યંત અલ્પ છે અથવા તો અસ્તિત્વમાં જ નથી. હરિયાણા રાજ્યએ આ સંદર્ભમાં હજુ સુધી કોઈ નિરીક્ષણ પણ કર્યું નથી. જ્યારે પંજાબના 67 જિલ્લા કોર્ટ સંકુલોમાંથી માત્ર 9 કોર્ટમાં જ મહિલા વકીલો માટે શૌચાલય ઉપલબ્ધ છે. કોલકાતા જેવા મહાનગરોની કોર્ટમાં પણ મહિલા વકીલો માટે યોગ્ય શૌચાલય ન હોવાનું એડવોકેટ મણિકાએ કોર્ટના ધ્યાન પર આણ્યું હતું.
સુપ્રીમ કોર્ટના 5 કડક અને દિશા-સૂચક નિર્દેશો
1. અલગ મહિલા બાર રૂમ: તમામ જિલ્લા, સબ-ડિવિઝનલ અને તાલુકા કોર્ટમાં પ્રેક્ટિસ કરતી મહિલા વકીલો માટે તાત્કાલિક અલગ ‘મહિલા બાર રૂમ’ અને શૌચાલય બનાવવામાં આવે.
2. ભંડોળ અને જમીનની ફાળવણી: તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નિર્માણ કાર્ય અર્થે જરૂરી ભંડોળ અને જમીન તાત્કાલિક ફાળવવા આદેશ કરાયો છે.
3. હાઈકોર્ટ બિલ્ડિંગ કમિટીઓને પ્રાથમિકતા: તમામ હાઈકોર્ટની બિલ્ડિંગ કમિટીઓને આ કામગીરીને ટોચની પ્રાથમિકતા આપી ભારતના એટર્ની જનરલના કાર્યાલયને સતત પ્રોગ્રેસ રિપોર્ટ આપવા જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમગ્ર દેશમાં એકસમાન ડિઝાઇન મોડેલ લાગુ થશે
સુપ્રીમ કોર્ટે વધુમાં આદેશ આપ્યો છે કે દેશભરની તમામ અદાલતોમાં મહિલાઓ માટેના શૌચાલય અને બાર રૂમની ડિઝાઇન અને સુવિધાઓ એકસરખી હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ મહત્વપૂર્ણ મામલે આગામી સુનાવણી 2 ડિસેમ્બરના રોજ નક્કી કરી છે. આ તારીખ સુધીમાં તમામ રાજ્યો અને હાઈકોર્ટોએ પોતાના કોમ્પ્લાયન્સ રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવા પડશે.
આ પણ વાંચો: લખનઉના સઆદતગંજમાં નજીવા વિવાદમાં ત્રિપલ મર્ડરથી સનસનાટી: એક જ પરિવારના ત્રણ લોકોની ગોળી મારી હત્યા












