ટ્રેન્ડિંગનેશનલ

વગર પેટ્રોલે દોડશે કાર! સરકારે E100 ઇથેનોલ ફ્યુલવાળી ગાડીઓનો રસ્તો કર્યો સાફ, જાણો શું-શું બદલાશે

E100 Ethanol Fuel India Rules :  સરકારે E85 અને E100 ઇથેનોલ ફ્યુલથી ચાલતી ગાડીઓને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું પગલું ભયું છે. આ માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (Central Motor Vehicles Rules) માં સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે હવે શુદ્ધ ઇથેનોલ(Pure Ethanol) પર ચાલતી ગાડીઓ માટે કાનૂની રસ્તો સાફ થઈ ગયો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પેટ્રોલની કિંમતો, કાચા તેલનું ગણિત અને ઇંધણ માટે બીજા દેશો પરની નિર્ભરતા—આ આખી કહાનીમાં ઇથેનોલ સૌથી મહત્વપૂર્ણ પાત્ર બનીને ઉભર્યું છે. E20 પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ હજુ શાંત થઈ હતી કે, હવે સરકારે E85 અને E100 ફ્યુલથી ચાલતી ગાડીઓ માટે નિયમો જાહેર કરી દીધા છે. એટલે કે આવનારા સમયમાં કારોના એન્જિન પેટ્રોલની જગ્યાએ લગભગ પૂરી રીતે ઇથેનોલના ભરોસે પણ દોડી શકશે. પરંતુ આમાં એક પેચ છે; તમે કાલે સવારે ઉઠીને તમારી જૂની પેટ્રોલ કારમાં સીધું E100 ફ્યુલ ભરાવી શકશો નહીં. આ માત્ર એવી ગાડીઓમાં જ શક્ય બનશે જેને આ ખાસ ફ્યુલ માટે જ ડિઝાઇન કરવામાં આવી હોય.

નિયમોમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે?

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 23 ઓક્ટોબર 2026 ના રોજ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં સંશોધનની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત E85 ની સાથે E100 ફ્યુલને પણ નિયમોમાં સામેલ કરવામાં આવ્યું છે.

ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન: નિયમ 115 અંતર્ગત એમિશન નોર્મ્સ, ફ્યુલ ક્વોલિટી અને વાહનોની તપાસ સંબંધિત જોગવાઈઓમાં બદલાવ કરવામાં આવ્યા છે, જેથી 100% બાયો-ઇથેનોલથી ચાલતા વાહનો માટે સ્પષ્ટ નિયમો બની શકે.

વાહનોના વજનની મર્યાદા: નિયમ 115 ના સબ-સેક્શન (18) માં વાહનનું કુલ વજન (Gross Vehicle Weight) ની મર્યાદા 3,000 કિલોગ્રામથી વધારીને 3,500 કિલોગ્રામ કરી દેવામાં આવી છે.

OEM ડિઝાઇન: નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે E85 કે E100 નો ઉપયોગ માત્ર તે જ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં થવો જોઈએ, જેને OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) દ્વારા ખાસ આ ફ્યુલ માટે તૈયાર કરવામાં આવ્યા હોય.

આ પણ વાંચોઃ ફ્રાન્સમાં જનઆક્રોશ ભડક્યો! પેરિસ સહિત અનેક શહેરોમાં લાખો લોકો રસ્તા પર, આગચંપી અને લૂંટફાટ વચ્ચે પોલીસનો બળપ્રયોગ

શું હાલની પેટ્રોલ કારમાં નાખી શકાશે E100?

સામાન્ય પેટ્રોલ કે E20 ફ્યુલથી ચાલતી ગાડીઓમાં સીધા E85 કે E100 પેટ્રોલનો ઉપયોગ કરી શકાતો નથી. E20 માં મહત્તમ 20% ઇથેનોલ અને બાકીનું પેટ્રોલ હોય છે. તેથી તમારી વર્તમાન કારમાં વધુ ઇથેનોલ ફ્યુલ નાખતા પહેલા એ જોવું જરૂરી છે કે તે વાહન તેના અનુકૂળ છે કે નહીં.

દેશની પહેલી ફ્લેક્સ ફ્યુલ કાર અને તેની કિંમત

તાજેતરમાં મારુતિ સુઝુકી દ્વારા દેશની પહેલી ફ્લેક્સ ફ્યુલ કાર તરીકે Maruti Wagon R Flex Fuel લોન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ કારથી પડદા લગાવવામાં આવ્યો હતો. આ કાર E85 ફ્યુલ પર સરળતાથી દોડી શકે છે, જે રેગ્યુલર પેટ્રોલ (રૂ. 102.12 પ્રતિ લીટર) કરતા આશરે 20 રૂપિયા સસ્તી એટલે કે દિલ્હીમાં રૂ. 82.12 પ્રતિ લીટર ઉપલબ્ધ છે.

આ કારના ફ્લેક્સ ફ્યુઅલ વેરિઅન્ટની શરૂઆતી કિંમત રૂ. 7.24 Lakh છે. રેગ્યુલર પેટ્રોલ મોડેલની સરખામણીમાં આ ફ્લેક્સ ફ્યુલ વેરિઅન્ટ આશરે રૂ. 85,000 મોંઘું છે. ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન આ કારનું એવરેજ માઇલેજ આશરે 11.8 કિલોગ્રામ પ્રતિ લીટર જોવા મળ્યું હતું. સરકારના આ પગલાથી આગામી સમયમાં દેશમાં ગ્રીન એનર્જી અને ફ્લેક્સ-ફ્યુલ વાહનોના ઉત્પાદનને મોટો વેગ મળશે.

આ પણ વાંચોઃ મોરબીમાં વીજપોલના વળતરને લઈને ખેડૂતોનો આક્રોશ યથાવત્! પાંચ મહિનાથી જેતપુરમાં સત્યાગ્રહ

Back to top button