સોશિયલ મીડિયા પર 21 લાખ ફોલોઅર્સ… પણ સરપંચની ચૂંટણીમાં મળ્યા માત્ર 33 વોટ! જાણો કોણ છે આ વાયરલ શખ્સ

Omprakash Bishnoi : રાજસ્થાન પંચાયત ચૂંટણીના પ્રથમ તબક્કામાં અનેક જિલ્લાઓના સરપંચ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. પરંતુ, આ પરિણામો વચ્ચે સૌથી વધુ ચર્ચા એક એવા ઉમેદવારની થઈ રહી છે જે સોશિયલ મીડિયા પર સ્ટાર છે, પરંતુ ચૂંટણીના મેદાનમાં જનતાએ તેમનો સાથ આપ્યો નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ કિસ્સો રાજસ્થાનના ફલોદી જિલ્લાનો છે. અહીંના રહેવાસી અને સોશિયલ મીડિયા 52 લાખો ફોલોઅર્સ ધરાવતા ઓમપ્રકાશ બિશ્નોઈને સરપંચની ચૂંટણીમાં ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમના 40 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે, પરંતુ ચૂંટણીમાં તેમને માત્ર 33 જ વોટ મળ્યા છે.
કોણ છે ઓમપ્રકાશ બિશ્નોઈ?
ઓમપ્રકાશ બિશ્નોઈ સોશિયલ મીડિયા પર તેમના દેશી અંદાજ માટે જાણીતા છે. જો તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબનો ઉપયોગ કરતા હશો, તો ચોક્કસપણે તેમના વિડીયો જોયા હશે, જેમાં તેઓ વિપુલ પ્રમાણમાં દેશી ઘી ઉમેરીને ખોરાક ખાતા નજરે પડે છે. તેમના દેશી શૈલીના ફૂડ વિડીયો ખૂબ જ વાયરલ થાય છે.
તેમણે ફલોદીની ‘ઇન્દ્રોં કી ધાણી-2’ પંચાયતમાંથી સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પંચાયતમાં કુલ 1600 મતદારો હતા. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે તેમને માત્ર 33 વોટ જ મળ્યા હતા.
ગાયોની સેવા બાદ જનસેવા કરવાનો નિર્ણય
મીડિયા સાથેની વાતચીતમાં ઓમપ્રકાશ બિશ્નોઈએ જણાવ્યું કે, “હું લાંબા સમયથી ધાર્મિક કાર્યો કરી રહ્યો છું અને મોટી સંખ્યામાં ગાયોની સેવા કરું છું. વર્ષો સુધી ગૌસેવા કર્યા પછી મને વિચાર આવ્યો કે હવે જનતાની પણ સેવા કરવી જોઈએ, તેથી મેં સરપંચની ચૂંટણી લડી. પરંતુ આ વખતે મને લોકોનો સાથ મળી શક્યો નહીં.”
તેમણે વધુમાં ઉમેર્યું, “હું ચૂંટણી પહેલા દરેક મતદારોને રૂબરૂ મળ્યો હતો. ચૂંટણી દરમિયાન મેં લોકોને દેશી ઘીનું ભોજન કરાવ્યું, ભંડારો ચલાવ્યો. જ્યારે હું લોકોને મળતો ત્યારે સૌ કહેતા કે ‘અમે તમારી સાથે છીએ’, પરંતુ પરિણામ સાવ અલગ જ આવ્યું. આ ચૂંટણીમાં 40 વોટ તો NOTA ને મળ્યા છે, જ્યારે મને માત્ર 33 વોટ મળ્યા. પંચાયતમાં 4 ઉમેદવાર ઊભા હતા. મને મળેલા 33 વોટમાંથી 11 વોટ તો મારા પરિવારના જ છે અને બાકીના 22 વોટ મારા મિત્રોએ આપ્યા છે.”
આ પણ વાંચોઃ શેરબજારનું ધમાકેદાર કમબેકઃ સેન્સેક્સ 483 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 22,753 પર બંધ
હારનું કારણ શું જણાવ્યું?
પોતાની હારનું કારણ જણાવતા ઓમપ્રકાશ બિશ્નોઈએ કહ્યું કે, “આ બધું નશા/દારૂના કારણે થયું છે. હું હંમેશાં નશાની વિરુદ્ધ રહ્યો છું, તેથી મેં ચૂંટણીમાં દારૂ કે અન્ય કોઈ નશો વહેંચ્યો નહીં. દુર્ભાગ્યવશ, આપણા દેશમાં આજે પણ ઘણા લોકો આ બાબતોના આધારે વોટ આપે છે. દુનિયા આગળ વધી ગઈ છે, પરંતુ લોકોની વિચારસરણી હજુ જૂની છે. મેં નશામુક્તિને મારો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, કદાચ એટલે જ મારે હારનો સામનો કરવો પડ્યો.”
સોશિયલ મીડિયા પર મજબૂત પકડ
ઓમપ્રકાશ બિશ્નોઈના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વાત કરીએ તો:
-
ઇન્સ્ટાગ્રામ: 1.4 મિલિયન (14 લાખ) થી વધુ ફોલોઅર્સ
-
ફેસબુક: 2.32 લાખ ફોલોઅર્સ
-
યુટ્યુબ: 5 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ
સોશિયલ મીડિયા પર લાખો લોકોની પસંદ બનેલા ઓમપ્રકાશ બિશ્નોઈ માટે ચૂંટણીનું પરિણામ એ વાતની સાબિતી છે કે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા હંમેશા વાસ્તવિક વોટમાં બદલાતી નથી.
આ પણ વાંચોઃ ઓક્ટોબરમાં છે વક્રતુંડા સંકષ્ટી ચતુર્થી, વ્રત દરમિયાન ન કરો આ 7 ભૂલો












