ટ્રેન્ડિંગમનોરંજન

National Pet Day: શિલ્પા શેટ્ટીએ પેટ્સનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું, આ મારી શાંતિ છે

Text To Speech
  • નેશનલ પેટ ડેના અવસરે શિલ્પા શેટ્ટીએ તેના પેટ્સ સાથેનો સુંદર વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું આ લોકો મારી શાંતિ છે. 

11 એપ્રિલ, મુંબઈઃ નેશનલ પેટ ડેના અવસર પર, અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ તેના મનગમતા પેટ અને તેના પ્યારા મિત્રો ટ્રફલ અને સિમ્બા સાથે એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે આ બંને મારી શાંતિ છે.

ઇન્સ્ટાગ્રામ પર શિલ્પાએ એક રીલ વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘરમાં પોતાના બે પેટ સાથે રમતી જોવા મળી રહી છે. શિલ્પાએ સફેદ ટેન્ક ટોપ અને વાદળી ફ્લેર્ડ ડેનિમ પહેર્યું છે અને તે તેના દોસ્ત પેટ્સને હગ કરી રહી છે .

પોસ્ટની કૅપ્શનમાં તેણે લખ્યું છે, અશાંતિથી ભરેલી દુનિયામાં, તેઓ મારી શાંતિ છે. ટ્રફલ, સિમ્બા અને મારા તરફથી દરેકને #NationalPetDayની શુભેચ્છા!”

શિલ્પાના કામની વાત કરીએ તો છેલ્લે એક્શન થ્રિલર સીરિઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી. રોહિત શેટ્ટી અને સુશવંત પ્રકાશ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ શ્રેણીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય છે. હવે તેની ‘KD’પાઈપલાઇનમાં છે.

આ પણ વાંચોઃ આઇફોન યુઝર્સ પર ફરી મંડરાયું જોખમ! પેગાસસ જેવા નવા સ્પાયવેર હુમલોનું એપલે આપ્યું એલર્ટ

Back to top button