રાંચીમાં જર્જરિત પાણીની ટાંકી ધડાકાભેર તૂટી, બે મજૂરોના મોત

RAnchi Water Tank Collapse : ઝારખંડની રાજધાની રાંચીમાં (Ranchi) બુધવારે સાંજે એક જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડતી વખતે મોટો અકસ્માત સર્જાયો હતો. કોતવાલી પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતાં કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ટાંકી તોડતી વખતે અચાનક ધરાશાયી થઈ
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બુધવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે થયો હતો. જૂની અને જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકી (Water Tank)ને તોડવાનું કામ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું હતું.
અકસ્મતના સમયે મજૂરો ટાંકીના પિલરની અંદર રહેલા લોખંડના સળિયા કટરથી કાપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આખી ટાંકી ધરાશાયી થઈ ગઈ અને પાંચ મજૂરોમાંથી બે કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
NDRFએ ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને નગરપાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી (Rescue Operation) દરમિયાન સિવિલ પ્રશાસનની ટીમે કાટમાળમાંથી એક મજૂરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ત્યારબાદ NDRF (National Disaster Response Force)ની 9મી બટાલિયનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ભારે જહેમત બાદ કાટમાળમાંથી બીજા મજૂરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
NDRFના 9મી બટાલિયનના કમાન્ડન્ટ મોહમ્મદ સલીમ રહીમે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે કુલ પાંચ લોકો હાજર હતા. તેમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બંને મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યા છે.
જર્જરિત બાંધકામો સામે દિલ્હીમાં પણ કાર્યવાહી
આ તરફ, દિલ્હી (Delhi)ના સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના બાદ MCD દ્વારા ખતરનાક અને ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી (MCD Action) તેજ કરવામાં આવી છે.
બુધવારે દિલ્હીના તમામ 12 ઝોનમાં MCDની ટીમોએ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન 34 ઇમારતો સામે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે 17 મિલકતોને સીલ કરવામાં આવી હતી.
MCD દ્વારા 22 કારણદર્શક નોટિસ (Show Cause Notice) પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ચાર મિલકતો માટે અલગથી ધ્વંસના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.
સત્ય નિકેતન દુર્ઘટના બાદ PG માલિકો સામે કાર્યવાહીનો ડર વધ્યો છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં PG ખાલી કરાવવાની ઘટનાઓથી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ડેઝ હોસ્ટેલ કેસમાં પાંચની ધરપકડ
દરમિયાન ડેઝ હોસ્ટેલ દુર્ઘટના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓને જર્જરિત ઇમારતની સ્થિતિ અંગે અગાઉથી જાણકારી હોવાનો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Appleએ લોન્ચ કર્યો પહેલો ફોલ્ડેબલ iPhone Duo,કિંમત જાણીને આશ્ચર્ય થશે












