ટ્રેન્ડિંગમનોરંજન

‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર ધમાલ! વિશ્વભરમાં ₹1,437 કરોડની કમાણી, RRRને પણ પાછળ છોડ્યું

Box Office Collection :  રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સ્ટારર ફિલ્મ ‘રામાયણ’ (Ramayan) બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. ભારતીય સિનેમાઘરોમાં તમામ ભાષાઓમાં દર્શકોનો સારો પ્રતિસાદ મેળવી રહેલી આ ફિલ્મે વિશ્વભરમાં ₹1,437.25 કરોડના કલેક્શનનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ ફિલ્મે ‘RRR’ અને ‘ધુરંધર’ જેવી ચર્ચિત ફિલ્મોને પણ પાછળ છોડી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ફિલ્મે સફળતાપૂર્વક પોતાનો બીજો વીકએન્ડ પૂર્ણ કરીને ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ કર્યો છે. જોકે, વીકએન્ડ દરમિયાન શાનદાર કમાણી કર્યા બાદ સોમવારે ફિલ્મના કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ફિલ્મના કલાકારો પણ સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મમાં ભરતની ભૂમિકા ભજવનાર આદિનાથ કોઠારેએ પણ શૂટિંગનો અનુભવ શેર કર્યો હતો.

12મા દિવસે ‘રામાયણ’ની કેટલી કમાણી?

સેકનિલ્કના (Sacnilk) તાજા આંકડા અનુસાર, સોમવાર, 16 નવેમ્બરે ફિલ્મે ભારતમાં 22,365 શોમાંથી ₹32 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. ભાષા પ્રમાણે ફિલ્મની કમાણી પર નજર કરીએ તો હિન્દીમાં 17,742 શોમાંથી ₹23.75 કરોડની કમાણી થઈ હતી. જ્યારે મલયાલમમાં ₹2.85 કરોડ, કન્નડમાં ₹2 કરોડ, તમિલમાં ₹1.90 કરોડ અને તેલુગુમાં ₹1.50 કરોડનું કલેક્શન નોંધાયું હતું. આ સાથે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹792.60 કરોડ અને ગ્રોસ કલેક્શન ₹947.25 કરોડ સુધી પહોંચી ગયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રવિવારની સરખામણીએ સોમવારે કમાણીમાં 57.3% ઘટાડો

વીકએન્ડ દરમિયાન ‘રામાયણ’ની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. શનિવાર, 14 નવેમ્બરે ફિલ્મે ₹72.90 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. ત્યારબાદ રવિવારે, 15 નવેમ્બરે આ આંકડો વધીને ₹75 કરોડ થયો હતો. જોકે, સોમવારે કામકાજના દિવસે ફિલ્મની કમાણી ઘટીને ₹32 કરોડ થઈ ગઈ હતી. આમ, રવિવારની સરખામણીએ સોમવારના કલેક્શનમાં 57.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હવે આગામી દિવસોમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી મજબૂત પકડ જાળવી શકે છે તેના પર સૌની નજર રહેશે.

વિશ્વભરમાં ₹1,437 કરોડને પાર થયું કલેક્શન

ફિલ્મની અત્યાર સુધીની કમાણીના આંકડા પર નજર કરીએ તો 5 નવેમ્બરના રોજ રિલીઝના પ્રથમ દિવસે તેણે ₹64.85 કરોડ સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે ₹48.05 કરોડ, ત્રીજા દિવસે ₹69.80 કરોડ અને ચોથા દિવસે ₹56.15 કરોડનું કલેક્શન કર્યું હતું. પાંચમા દિવસે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો હતો અને તેણે ₹107.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ છઠ્ઠા દિવસે ₹94.10 કરોડ, સાતમા દિવસે ₹70.65 કરોડ, આઠમા દિવસે ₹53.50 કરોડ, નવમા દિવસે ₹48.10 કરોડ, દસમા દિવસે ₹72.90 કરોડ અને અગિયારમા દિવસે ₹75 કરોડની કમાણી નોંધાવી હતી. આમ, 12મા દિવસની કમાણી બાદ ફિલ્મનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન (Worldwide Gross Collection) ₹1,437.25 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સાથે ‘રામાયણ’એ વૈશ્વિક બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે.

આ પણ વાંચો : ચીનને ઘેરવા મનીલામાં મહાશક્તિઓનો મહામેળાવડો! 5 મહિના બાદ મોદી-ટ્રમ્પની મુલાકાત

Back to top button