ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

‘સિલેક્ટર્સ જહાં બૈઠે, વહીં મારના…’ સૂર્યાની બેક-ટૂ-બેક ફિફ્ટી અને આવી ધોનીની યાદ! 

Suryakumar Yadav Shines in Domestic Cricket: ભારતીય T20 ટીમમાંથી બહાર ચાલી રહેલા સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં ઘરેલુ ક્રિકેટમાં પોતાના બેટથી ધમાકો મચાવી રહ્યા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની કપ્તાની કરી રહેલા સૂર્યાએ બેક-ટુ-બેક બે તૂફાની ઇનિંગ્સ રમીને ભારતીય ટીમમાં વાપસી માટેનો પોતાનો દાવો અત્યંત મજબૂત કરી દીધો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સિલેક્ટર્સને આપ્યો મેસેજ

સૌથી રસપ્રદ વાત એ રહી કે પોતાની ધમાકેદાર બેટિંગ બાદ સૂર્યાએ પૂર્વ કેપ્ટન એમ. એસ ધોનીની બાયોપિકનો એક પ્રખ્યાત ડાયલોગ સંભળાવીને સિલેક્ટર્સને સીધો સંદેશ આપી દીધો છે. વાસ્તવમાં, કોલકાતામાં રમાયેલી ટૂર્નામેન્ટની પહેલી મેચમાં સૂર્યાએ હૈદરાબાદ સામે માત્ર 21 બોલમાં અણનમ 60 રન (6 ચોગ્ગા, 5 છગ્ગા) ની આતિશી ઇનિંગ રમી હતી

“સિલેક્ટર જહાં બેઠે હૈ, વહીં મારના.”

ખાસ વાત એ હતી કે આ મેચ જોવા માટે BCCIની સિનિયર સિલેક્શન કમિટીના સભ્ય શિવ સુંદર દાસ ખુદ મેદાન પર હાજર હતા. જ્યારે સૂર્યાને તેમની આ વિસ્ફોટક ઇનિંગ અને વાપસીના પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતા હસતા કહ્યું કે, તમે ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ તો જોઈ જ હશે, જેમાં માહી ભાઈના દોસ્તે કહ્યું હતું કે, “સિલેક્ટર જહાં બેઠે હૈ, વહીં મારના.”

આ પણ વાંચોઃ કોંગ્રેસે સપા પાસે માંગી 181 બેઠકો, લીક થયેલી યાદીમાં અખિલેશના ગઢ પર પણ દાવો

‘હાઇ-રિસ્ક, હાઇ-રિવોર્ડ’વાળી રમત

સૂર્યાએ આગળ કહ્યું કે, આજનો મારો પણ બિલકુલ આ જ પ્લાન હતો. હું નંબર 3 થી 5 ની વચ્ચે ‘હાઇ-રિસ્ક, હાઇ-રિવોર્ડ’વાળી રમત રમતા સતત રન બનાવવાની અને ટીમને જીતાડવાની કોશિશ કરી રહ્યો છું.

નોંધનીય છે કે ભારતને T20 વર્લ્ડ કપ 2026નું ટાઇટલ જીતાડ્યા બાદ સૂર્યકુમાર યાદવને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા હતા અને શ્રેયસ અય્યરને નવા T20 કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. જોકે, સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે તે કોઈને કંઈ સાબિત કરવા માટે નથી રમી રહ્યા.

ગુજરાત સામેની બીજી મેચમાં પણ 29 બોલમાં 82 રનની તૂફાની ઇનિંગ રમનારા સૂર્યાએ કહ્યું કે, હું કોઈ સ્ટેટમેન્ટ આપવાની કોશિશ નથી કરી રહ્યો, બસ પોતાના જૂના અંદાજમાં રમતની મજા માણવા માંગુ છું. આ એન્ટરટેઈનમેન્ટવાળો ફોર્મેટ છે, તેથી બિલકુલ ખુલ્લીને રમાવું જોઈએ. તેમણે એ પણ જણાવ્યું કે મેદાનની વચ્ચે-વચ્ચે સીધો છગ્ગો મારવા માટે તેમણે નેટ્સમાં ખૂબ પરસેવો વહાવ્યો છે અને હવે તે મહેનત મેદાન પર રંગ લાવી રહી છે.

આ પણ વાંચોઃ Union Budget 2027: બજેટ 2027-28ને લઈને મંથન શરૂ, નિર્મલા સીતારમણની પહેલી બેઠક યોજાઈ

Back to top button