ટ્રેન્ડિંગનેશનલમીડિયા

દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ, હળવા વરસાદની શક્યતા, બફારો અને ગરમી વધશે

Rain Forecast  : દિલ્હીમાં આજે, 19 સપ્ટેમ્બરે, આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલીક જગ્યાએ હળવો વરસાદ અથવા ઝરમર છાંટા પડવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે ભારે વરસાદ કે ગાજવીજ સાથેના તોફાનની શક્યતા નથી. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

વધુ ભેજને કારણે દિવસ દરમિયાન ગરમી સાથે બફારો (Humidity) પણ લોકોને પરેશાન કરી શકે છે. સવારે ભેજનું પ્રમાણ આશરે 70 ટકા અને સાંજે 60 ટકા આસપાસ રહેવાની શક્યતા છે.

ભારે વરસાદની શક્યતા નહીં

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિવસભર આંશિક વાદળો છવાયેલા રહી શકે છે, પરંતુ ભારે વરસાદ માટે કોઈ આગાહી કરવામાં આવી નથી. શુક્રવારે પણ દિલ્હીમાં આવું જ હવામાન જોવા મળ્યું હતું.

શનિવારે દિવસનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી હોવાથી હવામાન વિભાગે કોઈ Weather Alert જાહેર કર્યું નથી.

ચોમાસાની વિદાયના સંકેત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે ચોમાસું (Monsoon) ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. પરિણામે વરસાદનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. આગામી દિવસોમાં માત્ર આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને વાવાઝોડાની પણ કોઈ ખાસ સંભાવના નથી.

સવાર અને સાંજના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થયો છે, પરંતુ દિવસ દરમિયાન હજુ પણ ગરમીનો અનુભવ થઈ શકે છે.

ભેજ વધવાથી બફારો રહેશે

હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેવાને કારણે દિવસ દરમિયાન બફારો વધવાની શક્યતા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. હવામાનને અનુરૂપ ખોરાક અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દરમિયાન, દિલ્હીમાં હવાનું દબાણ ઘટતાં વાયુ પ્રદૂષણ (Air Pollution)નું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આગામી દિવસોમાં પ્રદૂષણમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button