અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ફરી વરસ્યા મેઘરાજા

Ahmedabad Rain : અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર ચોમાસુ સક્રિય બન્યું છે. ગુરુવારની સમી સાંજે  ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જમાલપુર, ઐતિહાસિક જગન્નાથ મંદિર પરિસર, પકવાન ચાર રસ્તા, એસ.જી. હાઇવે, જોધપુર, બોપલ તેમજ ઘુમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગે અગાઉ 19 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની કરેલી આગાહી અનુસાર શહેરમાં આ વરસાદી માહોલ સર્જાયો છે.

ઉજવણીના આયોજનો પર પાણી ફરી વળવાની ભીતિ

અચાનક ત્રાટકેલા આ ધોધમાર વરસાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજકો અને ભાજપના કાર્યકરોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દીપોત્સવના સ્થળો પ્રભાવિત

અટલ બ્રિજ, કાંકરિયા લેકફ્રન્ટ અને જગન્નાથ મંદિર જેવા પ્રમુખ સ્થળોએ હજારો દીવડા પ્રગટાવીને ભવ્ય રોશની કરવાનો કાર્યક્રમ નિર્ધારિત હતો, પરંતુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કાર્યક્રમની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

આ પણ વાંચો:ગણેશજીનો પ્રસાદ ન ખાવા બદલ રણબીર કપૂર ટ્રોલ, અંજલિ અરોરાએ આપી પ્રતિક્રિયા

જગન્નાથ મંદિરમાં મહાઆરતી

જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પીએમ મોદીના દીર્ઘાયુષ્ય માટે વિશેષ પ્રાર્થના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

સતત વરસી રહેલા વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ મહત્વપૂર્ણ કાર્યક્રમોને નિર્ધારિત સ્વરૂપે કઈ રીતે સંપન્ન કરવા, તેને લઈને સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ તેમજ ગડમથલ જોવા મળી રહી છે.  શહેરમાં વાદળછાયું વાતાવરણ બનેલું છે અને પૂર્વ તેમજ પશ્ચિમના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાંથી લઈને હળવો-મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી ગરમીમાં રાહત રહેશે. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ (Humidity) 75% થી 85% જેટલું ઊંચું રહેશે.

આ પણ વાંચો:‘મિત્ર નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ…’ જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાનને પાઠવી શુભેચ્છા

Back to top button