અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે લાગી ભીષણ આગ: 30થી વધુ વાહન બળીને ખાખઃ તમારું વાહન એમાં હતું?

અમદાવાદ, 31 માર્ચ: 2025: અમદાવાદ રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે સોમવારે સવારે વાહનોમાં આગ લાગી હતી, જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરેલા વાહનો મૂકવામાં આવ્યા હતાં. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગઈ હતી. જેમાં 22 ડિટેઇન કરેલાં વાહનો હતાં અને 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

ઓઢવ બ્રિજ નીચે પોલીસે કાર્યવાહી દરમિયાન ડિટેઇન કરેલા વાહનો પાર્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં આજે સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટુ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ પહોંચી હતી.

સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી મળી. પરંતુ, ડિટેઇન કરેલાં 22 વાહનો બળીને ખાક થઈ ગયા છે. આગ ઓલવાયા બાદ પોલીસ વિભાગ દ્વારા આગ કેવી રીતે લાગી તે વિશે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઓઢવ નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું.

આ પણ વાંચો….ગુજરાતનો વિચિત્ર કિસ્સો: સરદાર વલ્લભભાઈ પટેલની 6 વીઘા જમીન હડપી લીધી, જાણો કોર્ટે દોષિતોને શું સજા આપી

Back to top button