iPhone 17 Pro પર બમ્પર ઓફર! ₹1.35 લાખનો ફોન રૂ. 60 હજારથી ઓછામાં ખરીદવાની સુવર્ણ તક

iPhone 17 Pro : iPhone 18 Pro સિરીઝ લોન્ચ થયા બાદ લોકો ઝડપથી જૂના પ્રો મોડલ તરફ વળી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે iPhone 17 Pro અને iPhone 18 Pro ડિઝાઇન અને લુકમાં લગભગ એકસરખા જ દેખાય છે. હાલમાં ખાસ ઓફર હેઠળ આ પ્રીમિયમ ફોન ખૂબ જ સસ્તા ભાવે ખરીદી શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જો તમે નવો આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ iPhone 18 Proની ઊંચી કિંમત જોઈને અટકી ગયા છો, તો ગયા વર્ષનું પ્રો મોડલ હવે ખૂબ જ નીચા ભાવે મળી રહ્યું છે. રિલિયન્સ ડિજિટલ (Reliance Digital) દ્વારા iPhone 17 Pro અને iPhone 17 Pro Max પર એક શાનદાર ઓફર રજૂ કરવામાં આવી છે, જેમાં યોગ્ય એક્સચેન્જ અને બેંક ઓફરનો ઉપયોગ કરીને iPhone 17 Pro 256GB મોડલ માત્ર ₹56,990ની ઈફેક્ટિવ કિંમતમાં મેળવી શકાય છે.
જોકે, અહીં એક મહત્વની બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ₹56,990 એ ફોનની ડાયરેક્ટ સેલિંગ પ્રાઇસ નથી, પરંતુ તમામ ઓફર્સ ઉમેર્યા પછી બનતી અસરકારક (Effective) કિંમત છે. તેથી ફોન ખરીદતા પહેલા એક્સચેન્જ વેલ્યુ, એક્સચેન્જ બોનસ અને બેંક કેશબેકની શરતો સમજી લેવી ખૂબ જરૂરી છે.
₹1,34,900નો iPhone 17 Pro કેવી રીતે મળશે ₹56,990માં?
એપલે (Apple) ભારતમાં iPhone 17 Pro (256GB) ને ₹1,34,900ની શરૂઆતી કિંમતે લોન્ચ કર્યો હતો. રિલિયન્સ ડિજિટલની હાલની ઓફરમાં આ 256GB મોડલ પર સૌથી પહેલાં ₹9,910નું ઇન-સ્ટોર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનાથી ફોનની કિંમત ઘટીને ₹1,24,990 થઈ જાય છે.
ત્યારબાદ સૌથી મોટો તફાવત એક્સચેન્જ ઓફરથી પડે છે. રિલિયન્સ ડિજિટલના જણાવ્યા મુજબ, જૂના ફોન માટે મહત્તમ ₹55,000 સુધીની એક્સચેન્જ વેલ્યુ મળી શકે છે. આ સિવાય ₹10,000નું એક્સચેન્જ બોનસ અને ₹3,000 સુધીનું બેંક કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે. આ તમામ લાભો ઉમેરવામાં આવે તો ₹1,34,900નો iPhone 17 Pro 256GB અસરકારક રીતે ₹56,990માં પડી શકે છે.
આમ કાગળ પર જોવામાં આવે તો ગ્રાહકને કુલ ₹77,910 સુધીનો ફાયદો થાય છે. પરંતુ આ પૂરેપૂરો ફાયદો ત્યારે જ શક્ય છે જ્યારે ખરીદનારને મહત્તમ એક્સચેન્જ વેલ્યુ અને અન્ય તમામ ઓફર્સની પાત્રતા મળે.
₹55 હજારની એક્સચેન્જ વેલ્યુ દરેક ફોન પર નહીં મળે
આ ઓફરનો આ સૌથી મહત્વનો હિસ્સો છે. રિલિયન્સ ડિજિટલે જે ઉદાહરણ દ્વારા ₹56,990ની કિંમત દર્શાવી છે, તેમાં ₹55,000ની એક્સચેન્જ વેલ્યુ iPhone 15 Pro માટે ગણવામાં આવી છે. તમારા જૂના સ્માર્ટફોનની કિંમત તેના મોડલ અને કંડિશનના આધારે ઓછી કે વધારે હોઈ શકે છે.
આ પણ વાંચોઃ એમેઝોનમાં નોકરી મેળવવાની આ છે પ્રક્રિયા! અરજીથી લઈને ઇન્ટરવ્યુ સુધીના નિયમો કેવા હોય છે?
તેથી જો તમારી પાસે જૂનો ફોન નથી, અથવા તમારા ફોનની એક્સચેન્જ વેલ્યુ ₹55,000 નથી થતી, તો iPhone 17 Proની સાચી કિંમત ₹56,990 નહીં રહે. પરંતુ જે લોકો પાસે જૂનો iPhone Pro સિરીઝનો ફોન ઉપલબ્ધ છે, તેમના માટે આ એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે. ગ્રાહકો ખરીદી કરતા પહેલાં રિલિયન્સ ડિજિટલની ઓફિશિયલ ચેનલ્સ પર પોતાના જૂના ફોનની એક્સચેન્જ વેલ્યુ ચકાસી શકે છે.
iPhone 17 Pro Max પણ થયો સસ્તો
માત્ર iPhone 17 Pro જ નહીં, પરંતુ iPhone 17 Pro Max (256GB) પર પણ આવી જ આકર્ષક ઓફર મળી રહી છે. આ મોડલની લોન્ચ પ્રાઇસ ₹1,49,900 હતી. રિલિયન્સ ડિજિટલની ઓફરમાં તેના પર પણ ₹9,910નું ઇન-સ્ટોર ડિસ્કાઉન્ટ મળે છે, જેથી તેની કિંમત ₹1,39,990 થાય છે. ત્યારબાદ ₹55,000 સુધીની એક્સચેન્જ વેલ્યુ, ₹10,000 એક્સચેન્જ બોનસ અને ₹3,000 બેંક કેશબેક ઉમેર્યા પછી તેની અસરકારક કિંમત ₹71,990 સુધી પહોંચી શકે છે.
આનો અર્થ એ થયો કે જે ખરીદદારો મોટી ડિસ્પ્લે અને Pro Max મોડલ ખરીદવા માગે છે, તેમના માટે પણ ગયા વર્ષનો આ ફ્લેગશિપ ફોન હવે પહેલા કરતાં ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ‘રાઇઝ એન્ડ ફોલ 2’માં ‘મોટી’ લખેલા બ્લાઉઝમાં સ્વરા ભાસ્કરની એન્ટ્રી!












