‘રાઇઝ એન્ડ ફોલ 2’માં ‘મોટી’ લખેલા બ્લાઉઝમાં સ્વરા ભાસ્કરની એન્ટ્રી!
Entertainment News : રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ સીઝન 2’ શરૂ થતાંની સાથે જ વિવાદો અને ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. આ નવી સીઝનને ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ હોસ્ટ ( Virender Sehwag ) કરી રહ્યા છે. શો શરૂ થયાના પહેલા જ દિવસથી સ્પર્ધકો વચ્ચે જોરદાર ઘર્ષણ જોવા મળી રહ્યું છે. બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે શોમાં સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી છે અને પ્રવેશતાની સાથે જ પોતાની અનોખી સ્ટાઇલથી બોડી શેમિંગ કરનારા ટ્રોલ્સને સણસણતો જવાબ આપ્યો છે. (Swara Bhasker)
બ્લાઉઝ પર ‘મોટી’ લખાવી ટ્રોલ્સ સામે લીધો મોરચો
સ્વરા ભાસ્કરે શોમાં પર્પલ કલરની સાડી પહેરીને પ્રવેશ કર્યો હતો, પરંતુ સૌનું ધ્યાન તેના બ્લાઉઝે ખેંચ્યું હતું, જેના પર મોટા અક્ષરે ‘મોટી‘ લખેલું હતું:
હોસ્ટ વિરેન્દ્ર સેહવાગે જ્યારે આ શબ્દ લખાવવાનું કારણ પૂછ્યું ત્યારે સ્વરાએ જણાવ્યું કે તે બોડી શેમિંગ સામે એક પ્રતીકાત્મક વિરોધ છે. દીકરીના જન્મ બાદ વજન વધવાને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેને સતત નિશાન બનાવી રહ્યા હતા. સ્વરાએ જણાવ્યું કે અજાણ્યા લોકો તેને ‘મોટી’, ‘ભેંસ’, ‘હાથી’, ‘હિપ્પો’ અને ‘ગાય’ જેવા અપમાનજનક શબ્દોથી બોલાવતા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ તમામ ટ્રોલિંગનો જવાબ આપતાં સ્વરાએ કહ્યું, “મારી દીકરી ત્રણ વર્ષની થઈ ત્યારથી હું આ સહન કરી રહી છું. લોકો મને જે કહે છે તે મેં હવે સ્વીકારી લીધું છે અને ગર્વથી બ્લાઉઝ પર લખાવીને ટ્રોલ્સના મોઢા બંધ કર્યા છે.”
View this post on Instagram
આ પણ વાંચો:દિલ્હીથી બિહાર સુધી રેલવેની મોટી ભેટ, 1 ઓક્ટોબરથી 8 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
સ્વરા ભાસ્કર અને શહઝાદ પૂનાવાલા વચ્ચે વાક્યુદ્ધ
આ શોમાં સ્વરા ભાસ્કર ઉપરાંત કરણ પટેલ, પ્રિયંકા ચાહર ચૌધરી, ગૌતમ ગુલાટી અને ભાજપના નેતા શહઝાદ પૂનાવાલા પણ સ્પર્ધક તરીકે જોડાયા છે. શોના પ્રથમ એપિસોડથી જ માહોલ રાજકીય અખાડામાં ફેરવાઈ ગયો હતો. સ્વરા ભાસ્કર અને શહઝાદ પૂનાવાલા વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી અને બંનેએ એકબીજા પર આકરા કટાક્ષ કર્યા હતા. વાતચીત દરમિયાન શહઝાદ પૂનાવાલાએ સ્વરાના પતિ ફહાદ અહેમદનો ઉલ્લેખ કરતાં વિવાદ વધુ વકર્યો હતો અને જોતજોતામાં ચર્ચા અંગત કારકિર્દી અને રાજકારણ સુધી પહોંચી ગઈ હતી.
બોડી શેમિંગ સામે સ્વરાનું ખુલ્લું વલણ
શોમાં સ્વરાના લુકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. સપ્ટેમ્બર 2023માં દીકરી રાબિયાના જન્મ બાદથી વધેલા વજનને લઈને સોશિયલ મીડિયા પર સતત થઈ રહેલી ટ્રોલિંગને જડબાતોડ જવાબ આપવા માટે સ્વરાએ પોતાના બ્લાઉઝ પર જાહેરમાં ‘મોટી’ (Moti) લખાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકો જે શબ્દોથી તેમનું અપમાન કરવા માગતા હતા, તે શબ્દોને તેમણે પોતે અપનાવીને ગર્વથી ફ્લોન્ટ કર્યા છે જેથી ટ્રોલ્સના તમામ હથિયારો નકામા સાબિત થાય.
આ પણ વાંચો:તાજું એલોવેરા જેલ લગાવતી વખતે ન કરો આ ભૂલ, ત્વચા અને વાળને થશે નુકસાન












