એમેઝોનમાં નોકરી મેળવવાની આ છે પ્રક્રિયા! અરજીથી લઈને ઇન્ટરવ્યુ સુધીના નિયમો કેવા હોય છે?

Amazon recruitment process : ગૂગલ કે એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓનું નામ સાંભળતાં જ દરેક યુવાનોના મનમાં સવાલ થાય છે કે આ કંપનીઓમાં કામ કરતા લોકોએ પોતાના કરિયરની શરૂઆત ક્યાંથી કરી હશે? આ કંપનીઓ સુધી પહોંચવા માટે તેમણે કઈ પસંદગી પ્રક્રિયા (Selection Process) માંથી પસાર થવું પડ્યું હશે?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કરિયરની શરૂઆતમાં કોઈ કંપનીની ભરતી પ્રક્રિયા સમજવી થોડી મુશ્કેલ બની શકે છે, ખાસ કરીને જ્યારે અલગ-અલગ કંપનીઓ ઉમેદવારોની પસંદગી માટે જુદી-જુદી પદ્ધતિઓ અપનાવતી હોય. એમેઝોનમાં પણ દરેક પદ (Post) માટે એકસરખી ભરતી પ્રક્રિયા નથી. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, નોકરીના પ્રકાર અને હોદ્દાના આધારે અરજીથી લઈને એસેસમેન્ટ અને ઈન્ટરવ્યુ સુધીના તબક્કા અલગ-અલગ હોઈ શકે છે.
1. સૌથી પહેલાં કરો ઓનલાઈન અરજી
એમેઝોનમાં નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા ઉમેદવારોએ સૌથી પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. જે પણ યુવાનો આ પદો માટે અરજી કરવા માંગતા હોય, તેઓ કંપનીના અધિકૃત જોબ પોર્ટલ પર જઈને પોતાની યોગ્યતા મુજબ અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલાં ઉમેદવારે સંબંધિત પદ માટે આપેલી શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય જરૂરી શરતો ધ્યાનથી ચકાસી લેવી જરૂરી છે.
2. ઓનલાઈન અસાઇનમેન્ટ / એસેસમેન્ટ
એમેઝોનમાં ઘણા પદો માટે અરજી કર્યા પછી ઉમેદવારે ઓનલાઈન એસેસમેન્ટ (ટેસ્ટ) આપવું પડી શકે છે. આ ટેસ્ટની પદ્ધતિ અને વિષય સંબંધિત નોકરી મુજબ અલગ-અલગ હોય છે. તેથી એમેઝોનની દરેક નોકરી માટે એક જ પ્રકારની પરીક્ષા કે આંકલન હોય તે જરૂરી નથી.
3. ફોન ઈન્ટરવ્યુનો તબક્કો
કેટલાક પદો માટે અરજી અને ઓનલાઈન એસેસમેન્ટ પછી ફોન પર વાતચીતનો તબક્કો આવી શકે છે. જેમાં ઉમેદવારના અનુભવ, સ્કિલ અને સંબંધિત પદને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ તબક્કો પણ તમામ નોકરીઓ માટે ફરજિયાત નથી, પરંતુ ભરતી પ્રક્રિયા પદની જરૂરિયાત મુજબ નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ શું હડતાળ પહેલા રવિવારે ખુલી છે બેંકો? અહીં જાણો સંપૂર્ણ અપડેટ્સ
4. મલ્ટિપલ ઈન્ટરવ્યુ રાઉન્ડ્સ
ઈન્ટરવ્યુનો તબક્કો દરેક ઉમેદવાર માટે સૌથી મહત્ત્વનો અને પડકારજનક હોય છે. એમેઝોનની પ્રોફેશનલ અને ટેકનિકલ નોકરીઓ માટે ઈન્ટરવ્યુના અનેક લેવલ હોઈ શકે છે. આ દરમિયાન અલગ-અલગ ઈન્ટરવ્યુઅર ઉમેદવારની સ્કિલ અને પદ માટે તેની યોગ્યતા ચકાસે છે.
ઈન્ટરવ્યુમાં વર્તણૂક (Behavioral) સંબંધિત પ્રશ્નો પણ પૂછવામાં આવે છે, જેથી ઉમેદવાર કંપનીના કલ્ચરમાં કેટલો યોગ્ય રહેશે તે જાણી શકાય. ઉમેદવારને અગાઉના અનુભવો, કોઈપણ સમસ્યા ઉકેલવાની પદ્ધતિ (Problem Solving) અને વિવિધ પરિસ્થિતિઓમાં લીધેલા નિર્ણયો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. કલાકના હિસાબે (Hourly-based) થતી નોકરીઓમાં સામાન્ય રીતે મોટા ઈન્ટરવ્યુ રાઉન્ડ્સ નથી હોતા, પરંતુ કેટલાક ખાસ પદો માટે તે જરૂરી હોઈ શકે છે.
5. એમેઝોનમાં કેવા પ્રકારની નોકરીઓ હોય છે?
જ્યારે તમે કરિયર શરૂ કરી રહ્યા હોવ ત્યારે કયા પદ માટે અરજી કરવી તે નક્કી કરવું ક્યારેક મુશ્કેલ બને છે. એમેઝોનમાં માત્ર સોફ્ટવેર કે ઓફિસ આધારિત નોકરીઓ જ નથી હોતી. કંપનીમાં વેરહાઉસ (ગોડાઉન), પ્રોક્યોરમેન્ટ (ખરીદી), ડિલિવરી, એર ટ્રાન્સપોર્ટ અને કસ્ટમર સર્વિસ ઉપરાંત ટેકનિકલ અને નોન-ટેકનિકલ પ્રોફેશનલ પદોનો સમાવેશ થાય છે. ટેકનિકલ ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યોરિટી, યુઝર એક્સપિરિયન્સ (UX) અને એન્જિનિયરિંગ સંબંધિત પદો ઉપલબ્ધ હોય છે.
આ પણ વાંચોઃ US યાત્રા માટે પ્લાનિંગ કરતા હોય તો સાવધાન, ઈન્ટરવ્યૂ માટે મહિનાઓ સુધી જોવા પડશે રાહ











