મેટ્રિમોનિયલ પર મુરતિયો શોધતા પહેલા સાવધાન! યુવકે AIની મદદથી વિધવા પાસેથી 9 લાખ ખંખેર્યા

નવી દિલ્હી: 2 ઓક્ટોબર, 2025: Delhi Crime: ઉત્તર દિલ્હીના સબઝી મંડી વિસ્તારમાં એક ગંભીર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને તેમની સાથે ₹9.50 લાખની ઠગાઈ કરવામાં આવી છે. આરોપીએ મહિલાનો વિશ્વાસ જીતવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનિકની મદદથી નકલી વીડિયો કૉલનો ઉપયોગ કર્યો હતો. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
AI નો ઉપયોગ કરી લંડનમાં હોવાનો ઢોંગ
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, 41 વર્ષીય પીડિત મહિલા જે પોતાના બે બાળકો સાથે રહે છે. તેણે 3 મે 2025ના દિવસે મેટ્રિમોનિયલ વેબસાઇટ પર અનીષ પટેલ નામની વ્યક્તિનો મેસેજ મળ્યો હતો.
- તેણે પોતાને લંડનમાં એક ક્લિનિકમાં કાર્યરત ડૉક્ટર તરીકે રજૂ કર્યો.
- તેમની વાતચીત વોટ્સએપ ચેટ અને વીડિયો કૉલ્સ દ્વારા આગળ વધી. આ વીડિયો કૉલ્સમાં, આરોપીએ AI ટેકનિકનો ઉપયોગ કરીને પોતાને લંડનમાં હાજર હોવાનો ભ્રમ ઊભો કર્યો હતો.
વિવિધ બહાના હેઠળ પૈસા પડાવ્યા
એકવાર વિશ્વાસ જીત્યા પછી, આરોપીએ મહિલા સાથે લગ્ન કરવાનું વચન આપીને જુદા જુદા બહાના હેઠળ પૈસા માંગવાનું શરૂ કર્યું.
મહિલાએ 13 મે થી 19 સપ્ટેમ્બર વચ્ચે કુલ ₹9.50 લાખ ટ્રાન્સફર કર્યા હતા. પૈસા માંગવાના બહાનાઓમાં ક્લિનિકના ખર્ચ, વીઝા સંબંધિત સમસ્યાઓ, પરિવારજનોનો અકસ્માત, વકીલની ફી અને ભારત આવવાની ટિકિટ વગેરેનો સમાવેશ થાય છે.
20 સપ્ટેમ્બર પછી, આરોપીએ મહિલા સાથેના તમામ સંપર્ક માધ્યમો બંધ કરી દીધા, જેનાથી મહિલાને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. ત્યારબાદ તેણે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી લંડનમાં નહીં, પરંતુ ભારતમાં જ ક્યાંક હાજર હોઈ શકે છે અને તેણે મહિલાને છેતરવા માટે આધુનિક AI ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચોઃ ગજબ: 75 વર્ષના દાદાએ 35 વર્ષની દુલ્હન સાથે લગ્ન કર્યા, સુહાગરાત મનાવતા પ્રાણ નીકળી ગયા
આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશમાંથી ચોંકાવનારો કિસ્સો આવ્યો: કફ સિરપ પીવાથી 6 બાળકોના મોત, કિડનીને થયું ગંભીર નુકસાન












