મધ્યપ્રદેશની મોડલનો સુરતની બંધરૂમમાં આપઘાત: આપઘાત પાછળનું કારણ અકબંધ

સુરત, 3 મે 2025: સમગ્ર વિશ્વમાં આત્મહત્યા કરનારાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના સારોલી વિસ્તારમાં 19 વર્ષીય મોડલના આપઘાતની ઘટના સામે આવી છે. સુખપ્રીત કૌર નામની મોડલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મોડેલ મધ્યપ્રદેશથી 4 દિવસ પહેલા જ મોડલિંગ કરવા સુરત આવી હતી. તે તેની 3 બહેનપણીઓ સાથે રૂમમાં રહેતી હતી. તે ઘરે એકલી હતી ત્યારે બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સારોલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ ક્યાં કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. તેણે આત્મહત્યા કર્યાના થોડીવાર બાદ જ્યારે તેની ફ્રેન્ડ ઘરે આવી ત્યારે તેણે સુખપ્રિતનો મૃતદેહ પંખે લટકતો જોયો હતો જે બાદ તેણે પોલીસને જાણ કરી હતી. સુખપ્રીત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સુખપ્રીત ખુબજ મળતાવડી છોકરી હતી પોલીસ દ્વારા હાલ તેની બહેનપણીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યાની જણાઇ રહી છે જો કે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો….પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો, રાજકોટની હોસ્પિટલમાં દાખલ કર્યા











