ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં સત્તા પરિવર્તન નક્કી! ડીકે સરકારમાં હશે 4 ડેપ્યુટી CM, નામ ફાઈનલ, હવે ફક્ત જાહેરાતની રાહ

Karnataka new: મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનશે તેવી અટકળો વચ્ચે રાજ્યમાં નવી સરકારને લઈને એક વધુ ફોર્મ્યુલા સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સરકારમાં ચાર ડેપ્યુટી સીએમ હોઈ શકે છે. તેમના નામો પણ સામે આવ્યા છે. સૂત્રો અનુસાર સરકારમાં દલિત, ઓબીસી, લિંગાયત અને અલ્પસંખ્યક વર્ગમાંથી એક-એક ચહેરાને ઉપમુખમંત્રી બનાવવામાં આવી શકે છે.

સંભવિત ડેપ્યુટી સીએમની રેસમાં કોણ-કોણ?

સૂત્રોના જણાવ્યા મુજબ સંભવિત ઉપમુખમંત્રીની રેસમાં જી પરમેશ્વર, પ્રિયંક ખડગે, યતીન્દ્ર સિદ્ધારમૈયા, એમબી પાટીલ, ઈશ્વર ખાંડ્રે, કેજે જ્યોર્જ, યુટી ખાદર અને ઝમીરનું નામ સામેલ છે.

બ્રેકફાસ્ટ બેઠકથી રાજકીય ગરમાવો વધ્યો

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વચ્ચે ગુરુવારે બ્રેકફાસ્ટ બેઠક યોજાવાની છે. આ બેઠકને કારણે રાજ્યની રાજનીતિમાં ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. આ બેઠક ગુરુવાર (28 મે)ના રોજ બેંગલુરુમાં મુખ્યમંત્રીના સરકારી નિવાસ કાવેરી ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક બાદ બંને નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે અને નેતૃત્વ પરિવર્તન અંગે ચાલી રહેલી અટકળો પર સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે.

ડિસેમ્બર 2025માં પણ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી શિવકુમાર વચ્ચે ઘણી ચર્ચિત બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી બેઠક યોજાઈ હતી. આ બેઠક શિવકુમારના નિવાસસ્થાને યોજાઈ હતી. તે સમયે કોંગ્રેસ નેતૃત્વે મુખ્યમંત્રી પદની અદલાબદલી અને સત્તા વહેંચણી અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે એકતાનો સંદેશ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ છોડવા માટે કહ્યું છે, જેથી શિવકુમારને સીએમ બનાવવામાં આવી શકે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ નેતૃત્વે સિદ્ધારમૈયાને કેન્દ્રની રાજનીતિમાં મોટી ભૂમિકા આપવાનો અને તેમના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાને ઉપમુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. સાથે જ કેટલાક મહત્વપૂર્ણ મંત્રાલયો આપવાનો વિશ્વાસ પણ અપાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી, અમેરિકા જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પરત ફરી

Back to top button