મનોરંજન

કંગના રનૌત પ્રિયંકા ચોપરાના સમર્થનમાં, કરણ જોહર ઉપર આક્ષેપ

Text To Speech

પ્રિયંકા ચોપરાએ અચાનક બોલિવૂડ કેમ છોડી દીધું તે અંગે પ્રશ્ન ઉભો થતો હતો પરંતુ હવે તેનો જવાબ મળી ગયો છે. આ જવાબે જ્યાં એક તરફ બોલિવૂડની પોલ ખોલી નાખી છે તો બીજી તરફ એક દેશી ગર્લના દિલની હાલત પણ જણાવી છે. પ્રિયંકાએ પોતાના ખુલાસામાં કહ્યું છે કે ‘મને એક ખૂણામાં ધકેલી દેવામાં આવી હતી’. પ્રિયંકા ચોપરાના આ ખુલાસા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવી છે. કંગનાએ પ્રિયંકાને સપોર્ટ કરતા ટ્વીટ કર્યું છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

કંગના રનૌતે આ વાત કહી

પ્રિયંકા ચોપરાનું સમર્થન કરતાં કંગના રનૌતે ટ્વીટ કર્યું- પ્રિયંકા ચોપરા વિશે બધાનું એવું જ કહેવું છે કે લોકોએ તેની વિરુદ્ધ ગેંગ બનાવી હતી. તેની સાથે માત્ર દાદાગીરી જ નહીં પરંતુ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ કાઢી મૂકવામાં આવી હતી. આ કારણે આ પોતાની મહેનતથી ઉભી થયેલ યુવતીબે ભારત છોડવું પડ્યું. આ વાત બધા જાણે છે કે કરણ જોહરે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો : આલિયા ભટ્ટથી લઈ પ્રિયંકા ચોપરા સુધીની આ બોલિવૂડ એક્ટ્રેસો આ ફિલ્મોમાં બની છે બોસ લેડી

પ્રિયંકામાં પંચિંગ બેગ જોવા મળી

આ સાથે અભિનેત્રીએ આગામી ટ્વીટમાં લખ્યું- ‘કરણ જોહર અને પ્રિયંકા ચોપરા વચ્ચેના તણાવ વિશે મીડિયાએ ઘણું લખ્યું. કારણ કે પ્રિયંકાની દોસ્તી શાહરૂખ ખાન અને ફિલ્મ માફિયા સાથે હતી. હંમેશા બહાર કમજોર લોકોની શોધમાં રહે છે. તેઓને પ્રિયંકામાં પંચિંગ બેગ દેખાઈ અને તેને દરેક હદ સુધી હેરાન કરી, જેના કારણે તેણીએ ભારત છોડી દીધું.

આ પણ વાંચો : Oscar 2023: કંગનાએ કર્યા દીપિકાના વખાણ, ટ્રોલર્સે કરી ‘ધાકડ’ને ટ્રોલ

‘ફેશન’માં સાથે કામ કર્યું હતું

પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતે ફિલ્મ ‘ફેશન’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા છેલ્લે રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઈગર’માં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

Back to top button