ટ્રેન્ડિંગમનોરંજન

Oscar 2023: કંગનાએ કર્યા દીપિકાના વખાણ, ટ્રોલર્સે કરી ‘ધાકડ’ને ટ્રોલ

ફિલ્મ ‘RRR’એ 95માં ઓસ્કાર એવોર્ડમાં ધમાલ મચાવી દીધી છે. ફિલ્મના ગીત ‘નાટૂ નાટુ’એ ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીયો ખૂબ જ ખુશ છે. લોકો સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆરના પણ ખૂબ વખાણ કરી રહ્યાં છે. તો બીજી બાજુ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ ઓસ્કારમાં ભારતનું માન વધાર્યું છે.

Oscar 2023: કંગનાએ કર્યા દીપિકાના વખાણ, ટ્રોલર્સે કરી 'ધાકડ'ને ટ્રોલ hum dekhenge news

Oscar 2023માં દીપિકાના અંદાજે લોકોને પ્રભાવિત કર્યા છે અને તેના લુક્સે પણ લોકોને દીવાના બનાવ્યા છે. તેણે જે અંદાજમાં ‘નાટૂ નાટુ’ સોંગને પ્રેઝન્ટ કર્યુ તે દરમિયાન તેની સાદગી અને સ્પીચે આખા ભારતનું દિલ જીતી લીધુ છે. તમામ સેલિબ્રિટીઝ ‘RRR’ની ટીમને અને દીપિકા પાદુકોણને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ‘ધાકડ’ અભિનેત્રી કંગના રાણાવતે ‘RRR’ની ટીમને તો શુભેચ્છાઓ આપી જ છે, પરંતુ તે દીપિકાના વખાણ કરતા પણ ખુદને રોકી શકી નથી.

કંગનાએ કર્યા દીપિકાના વખાણ

કંગના રાણાવત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. દરેક મુદ્દે પોતાનો મત વ્યક્ત કરતી રહે છે. તેનું એક ટ્વીટ સામે આવ્યું છે તે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયુ છે. તેમે દીપિકાની સ્પીચનો એક વીડિયો રિટ્વીટ કરતા લખ્યું છે કે ‘કેટલી સુંદર છે દીપિકા પાદુકોણ… આખા દેશને સાથે લઇને ઉભા રહેવું, તેની ઇમેજ અને પ્રતિષ્ઠાને પોતાના નાજુક ખભા પર લઇ લેવી અને આટલી શાલીનતા તેમજ આત્મવિશ્વાસ પુર્વક બોલવુ સરળ નથી. દીપિકા એ વાતની સાક્ષી છે કે ભારતીય મહિલાઓ બેસ્ટ છે.’

Oscar 2023: કંગનાએ કર્યા દીપિકાના વખાણ, ટ્રોલર્સે કરી 'ધાકડ'ને ટ્રોલ hum dekhenge news

ટ્રોલર્સે ‘ધાકડ’ને કરી ટ્રોલ

કંગનાએ જ્યારે દીપિકાના વખાણ કરતી પોસ્ટ કરી ત્યારે લોકો તેની પોસ્ટ પર જાત જાતની કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ લખ્યુ કે લાગે છે કે ફિલ્મો મળતી બંધ થઇ ગઇ છે, તેથી ટુકડે ટુકડે ગેંગના વખાણ કરી રહી છે. અન્ય એક યુઝર્સે લખ્યુ છે કે આ તો કાચંડા જેવી છે, ક્યારેય પણ રંગ બદલે છે. જોકે કંગનાએ અત્યારે કોઇ ટ્રોલર્સને લઇને કોઇ રિએક્શન આપ્યુ નથી.

Back to top button