ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જોશીમઠ હેલિકોપ્ટર ક્રેશમાં 6 લોકોના મોત: બદ્રીનાથથી ફાટા જતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત

Joshimath Helicopter Crash :  ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હાથી પહાડ પાછળ ચાયી ગામ પાસે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ખરાબ હવામાન અને સતત વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાયલટ સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ ૬ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ ચમોલી પોલીસ દ્વારા કરવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બદ્રીનાથથી ફાટા જઈ રહ્યું હતું હેલિકોપ્ટર

બદ્રીનાથ ધામથી ફાટા જઈ રહેલું ટ્રાન્સ ભારત એવિએશન કંપનીનું હેલિકોપ્ટર (VT-HCX) જોશીમઠ ઘાટી ઉપરથી પસાર થતી વખતે અચાનક ગુમ થઈ ગયું હતું અને ટ્રેકિંગ સિસ્ટમ પરથી તેની લોકેશન ગાયબ થઈ ગઈ હતી.

UCADA ની માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં પાયલટ કેપ્ટન હિમાંશુ ઉપરાંત પ્રતાપ, અરુણ, શંકર ગૌડા, સુધીર કે અને એચ.એસ. નટરાજ નામના ૫ મુસાફરો સવાર હતા.

આ પણ વાંચોઃ ઓડિશામાં ‘અર્નબ’ વાવાઝોડાનો કહેર: ગંજમનાં 300 ગામો જળબંબાકાર, હજારો લોકો ફસાયા

ખરાબ હવામાન અને વરસાદથી રેસ્ક્યુમાં અડચણ

ઘટનાસ્થળે સતત વરસાદ અને ઘાટા વાદળો છવાયેલા હોવાના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, જેના લીધે શોધખોળમાં ભારે અડચણ આવી હતી. ભારતીય સેના, એસડીઆરએફ (SDRF), પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમોને તાત્કાલિક સ્થાન પર મોકલવામાં આવી હતી.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કરીને રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા આદેશ આપ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે પ્રશાસને ટ્રાન્સ ભારત એવિએશનના સમગ્ર હેલિકોપ્ટર કાફલાને હાલ પૂરતો ગ્રાઉન્ડ કરી દીધો છે.

આ પણ વાંચોઃ 1 નવેમ્બરથી બદલશે આ નિયમ, LPG સિલિન્ડરથી લઈને ફાસ્ટેગ સુધી થશે ફેરફાર

Back to top button