જામનગર: એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

જામનગર: 21 એપ્રિલ, 2025: જામનગર પંથકમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાતા રંગમતિ ડેમમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. જો કે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી અને હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયા બાદ એરફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ખામી દુર કરીને હેલિકોપ્ટર પરત એરફોર્સ સ્ટેશન ફર્યુ છે.
આ મહિનાની શરૂઆતમાં 2 એપ્રિલે પણ જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી હતી. ત્યારે આજે જામનગરમાં મોટી દુર્ઘટના ટળી છે. એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક ખામી સર્જાતા ચંગા ગામ પાસે રંગમતિ ડેમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ બાદ એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખામી દૂર કરીને હેલિકોપ્ટરને એરફોર્સ સ્ટેશને પરત લઈ જવાયું હતું. જોકે સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી.
પેરિંગની કામગીરી બાદ ટેકનિકલ ખામી દૂર થતાં હેલિકોપ્ટરે ફરી ઉડાન ભરી હતી. જણાવી દઈએ કે, જામનગરના ચેલામાં ટેકનિકલ ખામી સર્જાતા એરફોર્સનું હેલિકોપ્ટર લેન્ડ કરાયું હતું. રંગમતી ડેમ પાસે વાયુ સેનાનું હેલિકોપ્ટર અચાનક જ લેન્ડિંગ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. શા કારણે તેનું લેન્ડિંગ કરાયું તેની સતાવાર વિગતો એરફોર્સ જાહેર કરશે.
આ પણ વાંચો..દિવ્યાંગો પર ટિપ્પણી કરવા બદલ સમય રૈના મુશ્કેલીમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું- “આ ખૂબ જ ગંભીર મુદ્દો છે”












