જયપુર એરપોર્ટ પર પ્લેન હાઇજેકનું એલર્ટ! એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Air India international flight: રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર પ્લેન હાઇજેકના એલર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030નું જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાન જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહ્યું હતું. મળતી માહિતી અનુસાર, અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને વિમાન અંગે એલર્ટ મળ્યા બાદ સંબંધિત સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ હતી.
પાઇલટે થોડી સેકન્ડ માટે જાહેર કર્યો હતો સ્ક્વૉક 7500
મળતી માહિતી મુજબ, વિમાનના પાઇલટે થોડા સમય માટે ‘સ્ક્વૉક 7500’ જાહેર કર્યો હતો. ઉડ્ડયન ક્ષેત્રમાં સ્ક્વૉક 7500નો ઉપયોગ વિમાનમાં હાઇજેક જેવી ગેરકાયદેસર દખલગીરીનો સંકેત આપવા માટે થાય છે. આ સંકેતને પગલે એર ટ્રાફિક કંટ્રોલ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી.
જયપુર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ
એલર્ટ મળ્યા બાદ વિમાનને જયપુર એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સક્રિય કરવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તપાસ બાદ જ સ્પષ્ટ થશે સમગ્ર હકીકત
વિમાનના પાઇલટે થોડા સમય માટે સ્ક્વૉક 7500 જાહેર કર્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, આ સંકેત કયા કારણોસર આપવામાં આવ્યો હતો અને વિમાનમાં ખરેખર કોઈ હાઇજેકની સ્થિતિ હતી કે નહીં, તે અંગે સત્તાવાર પુષ્ટિ જરૂરી છે. ઘટનાના તમામ પાસાં અંગે સંબંધિત અધિકારીઓની તપાસ અને સત્તાવાર નિવેદન બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો: મેરઠના ‘નીલા ડ્રમ હત્યાકાંડ’માં આજે સજાનું એલાન! પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસી આપવાની માગ












