
IPL 2026 : ઈન્ડિયમ પ્રિમિયર લીગ (IPL) 2026ના 44માં ખેલ માટે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) પર 8 વિકેટ પર જીત મેળવી છે. સીએસકેના જીતમાં કાર્તિક શર્માની મહત્વની ભૂમિકા રહી છે. કાર્તિકે 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 40 બોલ પર 54 રન બનાવ્યા હતા. સીએસકેને જીત આપાવ્યા બાદ કાર્તિકનું સેલિબ્રેશન હેડલાઈન્સ બની ગયું છે.
ધોનીના આઈકોનિક અંદાજની યાદ અપાવી
કાર્તિક શર્માએ મેદાન પર ગન સેલિબ્રેશન કર્યું. જેને ફેન્સને મહેન્દ્રસિંહ ધોનીના આઈકોનિક અંદાજની યાદ અપાવી દીધી. 2 મે શનિવારના ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમવામાં આવેલ આ મેચમાં કાર્તિકે તણાવના વાતાવરણમાં શાનદાર બેટિંગ કરી પોતાના પહેલા આઈપીએલમાં ફિફ્ટી ફટકારી, જેને તેમને ખાસ અંદાજમાં ઉજવણી કરી. મેચ બાદ કાર્તિકે ખુલાસો કર્યો કે આ ઉજવણીની તેમને પહેલાથી યોજના બનાવી હતી અને જો તેઓ રન બનાવશે તો આ રીતે ઉજવણી કરશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ધોનીએ ક્યારે કર્યું હતું સેલિબ્રેશન
જો કે તેમને સ્પષ્ટતા કરી કે આ કોઈની નકલ નથી, પરંતુ તેમની પોતાની સ્ટાઈલ હતી. પરંતુ ફેન્સ માટે આ ઉજવણી એમએસ ધોનીની અલગ સમજવું સહેલુ નથી. 2005માં શ્રીલંકા સામે 183 રનની ઐતિહાસિક ઈનિંગ દરમ્યાન ધોનીનું આ ગન સેલિબ્રેશન ક્રિકેટના સૌથી યાદગાર પળમાંથી એક બની ગઈ હતી.
ઋતુરાજ ગાયકવાડની સાથે મજબૂત ભાગીદારી
કાર્તિક શર્માની આ ઈનિંગ માત્ર આંકડામાં જ ખાસ નથી પરંતુ મેચની રીતે પણ ઘણી મહત્વની હતી. ટીમે 46 રન પર બે વિકેટ ગુમાવી હતી. ત્યારે તેઓ મેદાન પર ઉતર્યા અને ઈનિંગ સંભાળતા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે મજબૂત ભાગીદારી કરી. ગાયકવાડડે 67 રન બનાવ્યા અને બંન્નેએ મળીને ટીમને સરળતાથી લક્ષ્ય સુધી પહોંચાડી દીધી.
ફિફ્ટી લગાવનાર સૌથી યુવા ખેલાડીમાં સામેલ
કાર્તિક શર્માને સીએસકેએ આઈપીએલ 2026 માટે થયેલ મિનિ નિલામી દરમ્યાન 14.20 કરોડ રુપિયામાં પોતાની ટીમમાં જોડ્યો હતો. માત્ર 20 વર્ષની ઉંમરમાં કાર્તિકે બતાવ્યું કે તે મોટા મંચ પર પણ તણાવ સહન કરવાનો દમ રાખે છે. તેમની આ ઈનિંગ તેને સીએસકે માટે આઈપીએલમાં ફિફ્ટી લગાવનાર સૌથી યુવા ખેલાડીમાં સામેલ કરી ચૂકી છે.
કાર્તિક શર્મા અલગ અંદાજના કારણે પણ ચર્ચામાં
હવે કાર્તિક શર્મા માત્રે પોતાના બેટીંગ જ નહીં, પરંતુ પોતાના કોન્ફિડન્સ અને અલગ અંદાજના કારણે પણ ચર્ચામાં છે. તેમનું આ સેલિબ્રેશન ભલે વિવાદ અને તુલનાનો વિષય બન્યો હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, આ યુવા ખેલાડી પોતાની અલગ ઓળખ ઉભી કરવા માટે તૈયાર છે.












