‘તારા બધા રાઝ જાણું છું…’ મેચ પહેલાં વૈભવ સૂર્યવંશીને ઈશાન કિશને કેમ ધમકાવ્યો?

IPL 2026: રાજસ્થાન રોયલ્સના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે 37 બોલમાં 103 રનની આક્રમક ઈનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 12 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, વૈભવની આ સદી છતાં હૈદરાબાદે અભિષેક શર્મા (57) અને ઈશાન કિશન (74)ની શાનદાર બેટિંગના જોરે આ લક્ષ્યાંક 9 બોલ બાકી રહેતા વટાવી લીધો હતો.
મેચ બાદ ઈશાન કિશન અને વૈભવ વચ્ચેની રમુજી વાતચીત
મેચ પૂરી થયા બાદ ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશી વચ્ચે ખાસ વાતચીત થઈ હતી. ઈશાન કિશને જીયોહોટસ્ટારના લાઈવ કાર્યક્રમમાં જણાવ્યું કે વૈભવ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોઈને ક્યારેક ડર લાગે છે. કિશને મજાકમાં કહ્યું, “મેં વૈભવને કહ્યું કે જ્યારે તું મારી ટીમ સામે રમે ત્યારે થોડી દયા રાખજે. હું તારા બધા રહસ્યો અને ઈનસાઈડ સ્ટોરી જાણું છું.”
વૈભવના નામે ઐતિહાસિક રેકોર્ડ
વૈભવે હૈદરાબાદ સામે માત્ર 36 બોલમાં સદી પૂરી કરી હતી, જે ભારતીય બેટ્સમેનોમાં બીજી સૌથી ઝડપી સદી છે. નોંધનીય છે કે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ વૈભવના નામે જ છે, જે તેણે ગત વર્ષે 35 બોલમાં નોંધાવ્યો હતો. ઈશાન કિશને સ્વીકાર્યું કે જો વૈભવની વિકેટ સમયસર ન મળી હોત, તો રાજસ્થાનનો સ્કોર 250ને પાર કરી ગયો હોત.
આ પણ વાંચોઃ MS Dhoni: ફિટ હોવા છતાં ધોની કેમ નથી રમી રહ્યો? ટીમ મેનેજમેન્ટ અને રિકવરીને લઈને સામે આવ્યું મોટું કારણ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












