IPLટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

IPL- 2025: અમદાવાદમાં રમાશે ફાઈનલ, જાણો અન્ય પ્લેઑફ મેચો ક્યાં અને ક્યારે રમાશે?

નવી દિલ્હી, 20 મે, 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL Final 2025) ની ફાઇનલને લઈને એક મોટી અપડેટ આવી છે. BCCI દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ IPL ફાઇનલ હવે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ની ઘણી બેઠકો દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. એવું પણ માનવામાં આવે છે કે અમદાવાદ 1 જૂને ક્વોલિફાયર 2નું પણ આયોજન કરશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને કારણે, BCCI એ IPL 2025 ને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું હતું. આ પછી 17 મેથી લીગ ફરી શરૂ થઈ. આ કારણે, BCCI ને સમયપત્રકમાં પણ ફેરફાર કરવો પડ્યો. ફાઇનલ મેચ હવે 25 મેના બદલે 3 જૂને રમાશે.બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ અંગે માહિતી આપી હતી. ન્યૂ ચંદીગઢના પીસીએ સ્ટેડિયમમાં પહેલી ક્વોલિફાયર રમાશે. 29 મેના રોજ ગુરૂવારે ટોચની બે ટીમો વચ્ચે આ મેચ રમાશે. બાદમાં શુક્રવારે 30 મેના રોજ એલિમિનેટર મેચ રમાશે. બીસીસીઆઈએ ફાઈનલ માટે અમદાવાદની પસંદગી કરી છે. કારણકે, દેશમાં ધીમે-ધીમે વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. જેથી અમદાવાદ ફાઈનલ માટે યોગ્ય સ્થળ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં 1 લાખ 33 હજાર લોકોની બેઠક ક્ષમતા છે. તેણે અગાઉ પણ મહત્વપૂર્ણ IPL મેચોનું આયોજન કર્યું છે. ૨૦૨૨માં ગુજરાત ટાઇટન્સે અહીં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ૨૦૨૩માં વરસાદને કારણે ફાઇનલ બે દિવસ સુધી લંબાવવામાં આવી હતી, છતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હજુ પણ તેનું યજમાન હતું. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને હરાવીને પાંચમી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો હતો.

દક્ષિણ ભારતમાં પ્રતિકૂળ હવામાનને કારણે IPL એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની અંતિમ મેચ જે શુક્રવાર, 23 મે ના રોજ લખનૌમાં રમાવાની હતી તેનું વેન્યુ ચેન્જ કર્યું છે. RCB હવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે પોતાની અંતિમ લીગ મેચ 27 મેના રોજ એકાના સ્ટેડિયમ ખાતે રમશે.

Back to top button