ટ્રેન્ડિંગ

1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ 5 નિયમો, પગારથી લઈને ખર્ચ સુધી પડશે અસર

Rule Change 1st October : આજે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી ઘણા મોટા ફેરફારો સાથે ઓક્ટોબર મહિનો શરૂ થઈ રહ્યો છે. આ ફેરફારોની સીધી અસર દરેક પરિવારના બજેટ પર જોવા મળશે. રસોડામાં વપરાતા LPG સિલિન્ડરના ભાવથી લઈને બેંક ATMમાંથી નાણાં ઉપાડવા સુધીના ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. આ ઉપરાંત તહેવારોની મોસમમાં ટીવી, ફ્રિજ અને એસી જેવા ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવા પણ મોંઘા થઈ શકે છે.

1. LPG સિલિન્ડર અને સબસિડી સંબંધિત નિયમો

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરી નવા દરો જાહેર કરે છે. 1 ઓક્ટોબર 2026ના રોજ પણ એલપીજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે. સબસિડી મેળવતા ગ્રાહકો માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (e-KYC) કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. જો આ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય, તો 1 ઓક્ટોબરથી સબસિડી મળવામાં અડચણ આવી શકે છે. સિલિન્ડરની ડિલિવરી સમયે હવે માત્ર રસીદ નહીં, પરંતુ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલા OTP દ્વારા વેરિફિકેશન કરાવવું ફરજિયાત બની શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2. એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના દરો

દર મહિનાની શરૂઆતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વિમાનના ઇંધણ એટલે કે ATFના ભાવમાં પણ સુધારો કરે છે. ATFના ભાવમાં થતી વધઘટની સીધી અસર વિમાન ભાડાં પર પડે છે, જેનાથી મુસાફરો માટે હવાઈ મુસાફરી સસ્તી કે મોંઘી થઈ શકે છે.

3. SBI ATM માંથી નાણાં ઉપાડવા મોંઘા બનશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના સેવિંગ્સ અને સેલેરી ખાતાધારકો માટે 1 ઓક્ટોબરથી નિયમો બદલાઈ રહ્યા છે. બેઝિક એકાઉન્ટ (BSBD): દર મહિને 4 મફત ટ્રાન્ઝેક્શન પછી દરેક ATM ઉપાડ પર ₹15 + GST ચૂકવવો પડશે. અન્ય બેંકોના ATM પર મફત વ્યવહારોની મર્યાદા 10 થી ઘટાડીને દર મહિને 5 કરી દેવામાં આવી છે. ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ રોકડ ઉપાડ પર ₹23 + GST અને બેલેન્સ ચેક કરવા જેવા નોન-ફાઇનાન્સિયલ વ્યવહાર પર ₹11 + GST ચાર્જ લાગશે.

4. ટીવી, ફ્રિજ અને AC ખરીદવા મોંઘા થશે

તહેવારોની સીઝનમાં હોમ એપ્લાયન્સિસ ખરીદવાનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે આંચકાજનક સમાચાર છે. તાંબુ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઓઈલ જેવા કાચા માલના ભાવ વધવા તેમજ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા વધારાને કારણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓ પોતાના ઉત્પાદનોના ભાવમાં 8% સુધીનો વધારો કરી શકે છે.

આ પણ વાંચો: 22 વર્ષ પછી ‘કોફી વિથ કરણ’ને અલવિદા? કરણ જોહરે કહ્યું- ‘એક કપ કોફી પીવા આવો’

5. ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના નિયમોમાં ફેરફાર

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો મુજબ, બેંકોએ દરરોજ સવારે 10:00 AM વાગ્યા સુધીમાં પોતાના તમામ પ્રકારના FD વ્યાજદરોની વિગતો વેબસાઇટ પર અપડેટ કરવી પડશે. એક જ તારીખે જમા થયેલી સમાન રકમની થાપણો પર તમામ ગ્રાહકોને સમાન વ્યાજદર આપવો પડશે, તેમાં કોઈ પક્ષપાત કરી શકાશે નહીં. આ ઉપરાંત બલ્ક ડિપોઝિટ પર ડિફરેન્શિયલ વ્યાજના નિયમોમાં પણ ફેરફાર લાગુ થશે.

આ પણ વાંચો: 3 સદી સાથે વેસ્ટ ઈન્ડિઝનો રનનો ધમાકો, ભારત માટે હવે મોટો પડકાર

Back to top button