મિડલ ઈસ્ટ સંકટ પર ઓલ પાર્ટી મીટિંગ શરૂ, TMC એ કર્યો બહિષ્કાર

All Party Meeting: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ચિંતાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી ઓલ પાર્ટી મીટિંગ શરૂ થઈ ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસે (TMC) સર્વપક્ષીય બેઠકનો બહિષ્કાર કર્યો છે. જ્યારે રાહુલ ગાંધીએ એક દિવસ પહેલાં (24 માર્ચ 2026) કહ્યું હતું કે તે આ બેઠકમાં ભાગ નહીં લે, કારણ કે તેમનો કેરળમાં પહેલેથી કાર્યક્રમ નક્કી છે. તેમણે વિદેશ નીતિ પર કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. આ બેઠકમાં મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા થશે અને વિરોધ પક્ષના સૂચનો પણ લેવામાં આવશે.
આ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં વર્તમાન સંઘર્ષથી ઉદ્ભવતી પરિસ્થિતિનો સામનો કરવા માટે સાત નવા સશક્ત જૂથોની રચના કરવામાં આવી છે અને તેઓ નિયમિતપણે LPG, આવશ્યક સેવાઓના પુરવઠા અને વિવિધ ક્ષેત્રોમાં અન્ય મુદ્દાઓનું નિયમિત મૂલ્યાંકન કરીને સુચનો આપશે. જોકે, સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે દેશમાં તેલ અને ગેસની કોઈ કમી નથી.
ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સર્વપક્ષીય બેઠકમાં પહોંચ્યા છે. બીજેડી તરફથી સસ્મિત પાત્રા, જેડીયુ તરફથી લલ્લન સિંહ અને સંજય ઝા, કોંગ્રેસ તરફથી તારિક અનવર અને મુકુલ વાસનિક, સીપીઆઈએમ તરફથી જોન બ્રિટાસ, વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી પણ બેઠક માટે પહોંચ્યા છે.
સર્વપક્ષીય બેઠક અંગે TMC સાંસદ સૌગત રોયે કહ્યું, “અમારી પુરી લડાઈ BJP સાથે છે, અમે તેમની સાથે બેઠક કેમ કરીએ?” તેમણે કહ્યું કે તેઓ સર્વપક્ષીય બેઠકમાં હાજરી નહીં આપે.
આ પણ વાંચો: મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત સેફ, સરકારે કહ્યું, “તેલની કોઈ અછત નથી કે… ”












