અમદાવાદમાં કિન્નરે પોલીસ વાન પર બેસી બનાવી રીલ, વાયરલ થતા પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, જાહેરમાં માગી માફી

Ahmedabad : હાલ સોશિયલ મીડિયાના સમયમાં રીલ બનાવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરવી સામાન્ય બાબત બની ગઈ છે. સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધારવા અવનવી રીલ બનાવી પોસ્ટ કરતા હોય છે તેઓ રીલ બનાવવા કાંઈ પણ કરી નાખે છે. . ત્યારે કિન્નરોમાં પણ રીલ બનાવવાનું ઘેલુ જોવા મળી રહ્યું છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક કિન્નરે સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની PCR વાનના બોનેટ પર બેસી રીલ બનાવી હતી. આ રીલ વાયરલ થતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમગ્ર વિગત અનુસાર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ હદમાં જમાલપુર સર્કલ પાસે પોલીસની PCR વાન ઉભી હતી. આ દરમિયાન હિના દે નામના કિન્નરે આ વાનના બોનેટ પર બેઠી હતી અને અન્ય એક કિન્નર અસ્મા મણીયારે તેનો ડાન્સ કરતો વીડિયો બનાવ્યો હતો. બાદમાં તેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ રીલ વાયરલ થતા ગુજરાત પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લઈ આ બંન્ને કિન્નર સામે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
કાયદાનું ભાન થતા જાહેરમાં માગી માફી
જે બાદ કિન્નરે જાહેરમાં માફી માગતા જણાવ્યું હતું કે, ગઈકાલે મારો જે વીડિયો વાયરલ થયો હતો, તે મારા અને મારા મિત્ર દ્વારા ભૂલથી વાયરલ થઈ ગયો હતો. આ માટે અમે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ પાસે હાથ જોડીને માફી માંગીએ છીએ. આવી રીતે કોઈ બીજી ભૂલ અમારાથી નહીં થાય. અમે આ પ્રકારે કોઈ અન્ય વીડિયો નહીં બનાવીએ, તે બદલ અમે તમારી માફી માંગીએ છીએ.
આ પણ વાંચો : લગ્નમાં વરરાજાની ઘોડી તૈયાર કરી રહેલા યુવકને અચાનક બ્રેઈન સ્ટ્રોક, જુનાગઢમાં બની શોકિંગ ઘટના












