ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

કાલે 17 રાજ્યોમાં મેઘતાંડવ! હવામાન વિભાગે જાહેર કરી નવી આગાહી

IMD weather Update : ભારતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. અસહ્ય ગરમી અને અકળાવનારા બફારા વચ્ચે હવામાન ખાતા (IMD) દ્વારા આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટ 2026 માટે મહત્વપૂર્ણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેશના આશરે 17 રાજ્યોમાં આગામી 13 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને 70 કિમી/કલાકની ગતિએ પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડા અને વરસાદની મુખ્ય અસર ઉત્તર અને પૂર્વ ભારતીય રાજ્યોમાં વધુ વર્તાશે, જેના લીધે ખેતરોમાં તૈયાર પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવાની સાથે બિહાર અને ઉત્તર પ્રદેશની નદીઓ બે કાંઠે વહેતી થઈ શકે છે.

આવનારા અઠવાડિયા દરમિયાન પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કેટલાક સ્થળે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘમહેર મુશ્કેલી સર્જી શકે છે, તો બીજી તરફ દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુ રાજ્યમાં પણ સાવચેતીનું એલર્ટ આપવામાં આવ્યું છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

આ 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

હવામાન ખાતાની ચેતવણી અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આવતીકાલે રાજ્યવાર હવામાનની માહિતી

દિલ્હી : 4 ઓગસ્ટે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સમયે 30 થી 35 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દિવસનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે.

ઉત્તર પ્રદેશ : સહારનપુર, મુઝફ્ફરનગર, હરદોઈ, સંભલ, શાહજહાંપુર, બહરાઈચ, આઝમગઢ, ગોંડા, બલિયા, આંબેડકર નગર, જૌનપુર, મૌ, ગાઝીપુર, સીતાપુર, બુલંદશહર અને જ્યોતિબા ફુલે નગર જેવા વિસ્તારોમાં તોફાની પવન સાથે કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ છે. રાજધાની લખનૌમાં તાપમાન 31°C થી 28°C ની વચ્ચે રહેવાની શક્યતા છે.

બિહાર : પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, વૈશાલી, પટના, લખીસરાય, કટિહાર, મુઝફ્ફરપુર, દરભંગા, સમસ્તીપુર, મધુબની, સહરસા અને સુપૌલ જિલ્લાઓમાં મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 50 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. પટનામાં મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 27°C આસપાસ નોંધાશે.

ઝારખંડ : પલામુ, રાંચી, દુમકા, જમશેદપુર, હજારીબાગ, ગઢવા, દેવઘર, લાતેહાર, સરાઈકેલા, રામગઢ, ગોડ્ડા અને જામતારામાં 50થી 60 કિમી/કલાકની ગતિએ પવન ફૂંકાવા સાથે વરસાદની આગાહી છે. રાંચીમાં પારો 29°C થી 24°C ની વચ્ચે સેટ થશે.

ઉત્તરાખંડ : નૈનિતાલ, અલ્મોડા, હરિદ્વાર, ચમોલી, પિથોરાગઢ, ચંપાવત અને ઋષિકેશમાં સાંબેલાધાર વરસાદ સાથે 60થી 65 કિમી/કલાકની ઝડપે બળવાન પવન ફુંકાવાની ભીતિ છે. દહેરાદૂનમાં તાપમાન 26°C થી 24°C ની વચ્ચે રહેવાનું અનુમાન છે.

હિમાચલ પ્રદેશ : ચંબા, કાંગડા, ઉના, શિમલા, કુલુ, બિલાસપુર અને કિન્નૌર જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે 30થી 40 કિમી/કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. મનાલીમાં વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરેલી રહેશે (મહત્તમ 16°C, લઘુત્તમ 11°C).

જમ્મુ અને કાશ્મીર : કઠુઆ, ઉધમપુર, જમ્મુ, રાજૌરી, અનંતનાગ, સાંબા, પૂંચ, રામબન, બડગામ, કુલગામ અને ગાંદરબલમાં 50થી 60 કિમી/કલાકની ઝડપે તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે. શ્રીનગરમાં તાપમાન 26°C થી 19°C ની વચ્ચે નોંધાઈ શકે છે.

પશ્ચિમ બંગાળ : જલપાઈગુડી, અલીપુરદ્વાર, દાર્જિલિંગ અને કૂચ બિહારમાં 30થી 35 કિમી/કલાકની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાશે. કોલકાતામાં પારો 32°C થી 28°C ની આસપાસ રહેશે.

પંજાબ : હોશિયારપુર, પઠાણકોટ, રૂપ નગર, સાસ નગર, નવા શહેર, ભટિંડા, મુક્તસર અને ફાઝિલ્કા માટે ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. આ વિસ્તારોમાં 20થી 25કિમી/કલાકની ગતિએ પવન ચાલી શકે છે.

રાજસ્થાન : જયપુર, અજમેર, કોટા, બિકાનેર, બુંદી, ઝાલાવાડ, બાંસવાડા, ઉદયપુર, જેસલમેર, અનુપગઢ, અલવર, કરૌલી અને જોધપુરમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ અસહ્ય ગરમી અને બફારો હેરાન કરશે. જયપુરમાં તાપમાન 32°C થી 26°C વચ્ચે રહેશે.

મધ્ય પ્રદેશ : સતના, ગુના, ઉજ્જૈન, ખરગોન, મુરેના, ઇન્દોર, છતરપુર, બાલાઘાટ, વિદિશા, દેવાસ, મંડલા, ખંડવા અને છિંદવાડા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ભોપાલનું તાપમાન 31°C થી 25°C ની આસપાસ રહેવાની ધારણા છે.

આ પણ વાંચો:સગર્ભા માતાઓના પોષણ સાથે ચેડાં? સુરતમાં એક્સપાયર્ડ કઠોળ મળતાં ચકચાર

આ પણ વાંચો:‘Lock Upp 2’માં જોવા મળ્યો ભાવુક નજારો, શિલ્પાએ શ્રેયા સાથે કર્યો પેચઅપ

Back to top button