ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સગર્ભા માતાઓના પોષણ સાથે ચેડાં? સુરતમાં એક્સપાયર્ડ કઠોળ મળતાં ચકચાર

Surat News : સુરત શહેરના પાંડેસરા ખાતે માતૃશક્તિ યોજના અંતર્ગત વિતરિત કરવા લાવવામાં આવેલા કઠોળના જથ્થા અંગે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સગર્ભા તથા ધાત્રી માતાઓને આપવા માટે ફાળવવામાં આવેલું આ અનાજ વાપરવા યોગ્ય નહોતું અને તેની વાપરવાની મુદત પણ પૂરી થઈ ચૂકી હતી (એક્સપાયર થઈ ગયું હતું). આ પ્રકારના બિનઆરોગ્યપ્રદ અનાજના સપ્લાયના કારણે ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓની માતાઓના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં સરકારી વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે ભારે વિરોધ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.

એક્સપાયર્ડ જથ્થો સીધો સરકારી ગોડાઉનમાંથી જ સપ્લાય કરાયો

સ્થાનિક સસ્તા અનાજની દુકાનના સંચાલકના જણાવ્યા મુજબ, આ મુદત પૂરી થયેલો જથ્થો સીધો સરકારી ગોડાઉનમાંથી જ સપ્લાય કરવામાં આવ્યો છે. દુકાનદારે ખુલાસો કર્યો કે સુરત સ્થિત સરકારી ગોડાઉનમાંથી જે પણ રાશન મોકલવામાં આવે, તેને સ્વીકારવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. જો વેપારીઓ આ ખરાબ કે બિનઉપયોગી માલ સામાન પાછો મોકલવાની કોશિશ કરે, તો સંબંધિત અધિકારીઓ અને ગોડાઉન સ્ટાફ દ્વારા તેને સખત રીતે નકારી કાઢવામાં આવે છે અને માલ પરત લેવાની ચોખ્ખી ના પાડી દેવાય છે.

 

View this post on Instagram

 

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

વેપારીના જણાવ્યા મુજબ, ગત 28 મી જુન ના રોજ આવેલો આ જથ્થો આંગણવાડીની કાર્યકરો દ્વારા બિનઉપયોગી અને એક્સપાયર્ડ હોવાનું જાહેર કરાયો હતો. ત્યારબાદ દુકાનદારે અન્ય આંગણવાડીઓ સંપર્ક કરીને ખાતરી કરી તથા જાતે ચકાસણી કરતા માલ ખરેખર વપરાશ યોગ્ય ન હોવાનું માલૂમ પડ્યું હતું.

આ બાબતે ગોડાઉન મેનેજર તેમજ ઉચ્ચ હોદ્દેદારોને લેખિત અને મૌખિક રજૂઆત કરીને આ ખરાબ રાશન પાછું લેવાની વિનંતી કરાઈ છે, છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ગર્ભવતી અને ધાત્રી માતાઓના આરોગ્ય સાથે થઈ રહેલી આ ગંભીર બેદરકારી સામે સત્તાધિશોએ વિલંબ કર્યા વગર ત્વરિત તપાસ હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો:‘Lock Upp 2’માં જોવા મળ્યો ભાવુક નજારો, શિલ્પાએ શ્રેયા સાથે કર્યો પેચઅપ

આ પણ વાંચો:24 કલાકમાં 70 હજાર સબ્સ્ક્રાઇબર્સ, પછી જંતર-મંતર ફેમ મોહમ્મદ ઇરફાનની YouTube ચેનલ બંધ!

Back to top button