‘સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવ્યું અમે…’, સોનિયા ગાંધી કેન્દ્ર સરકાર પર આકરા પાણીએ
નવી દિલ્હીઃ 20 ડિસેમ્બર, 2025: Sonia Gandhi on Modi Government : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે (20 ડિસેમ્બર 2025) કેન્દ્ર સરકાર પર મનરેગા યોજનાને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકાર પર તીખા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ’20 વર્ષ પહેલા જ્યારે દિવંગત ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન હતા તે સમયે સંસદમાં મનરેગા કાનૂન પાસ કરવામાં આવ્યો હતો, જે એક ક્રાંતિકારી પગલું હતું. આ યોજનાથી ગામડાઓમાં વસતા કરોડો લોકોને રોજગારી મળી, જેમાં મોટા ભાગના ગરીબ અને વંચીતોનો સમાવેશ થાય છે જેના માટે યોજના આર્શીવાદ રુપ બની હતી.’
પોતાના નિવેદનમાં આગળ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ‘આ યોજનાથી અનેક પરિવારો જે ગામડાઓમાંથી શહેર તરફ પલાયન કરતા હતા તે પલાયનને અટકાવીને ગામડાઓમાં જ રોજગારી ઉભી કરી હતી. આ લોકો માટે જ ખાસ પ્રકારે રોજગારનો એક કાનૂની અધિકાર પણ આપ્યો હતો. આના કારણે ગામડાઓમાં ગ્રામ પંચાયતો મજબૂત બની જેનાથી મહાત્મા ગાંધીજીના સપ્નને આગળ વધારવામાં મદદ મળી હતી.’
યોજના પર ચાલ્યું સરકારનું બુલડોઝર : સોનિયા ગાંધી
કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કોંગ્રેસના પૂર્વાધ્યક્ષે જણાવ્યું હતું કે, ‘છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે મનરેગાને વધારેને વધારે નબળી બનાવવાનું કાર્ય કર્યું છે. જ્યારે આ યોજના કોવિડ જેવી મહામારીમાં પણ ગરબો માટે સંજીવની સાબિત થઈ રહી હતી. હવે આ યોજના પર સરકારે જાણે બુલડોઝર ચલાવી નાખ્યું છે. યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીજીનું નામ જ નહીં પરંતુ મનરેગાનું સ્વરૂપમાં જ જડ મૂળથી ફેરફારો કરી નાખ્યા છે. કોઈપણ પ્રકારે સલાહ કે સૂચનો લીધા વગર જ અને વિપક્ષને વિશ્વાસમાં કેળવ્યા વગર જ યોજનામાં મોટાપાયે ફેરફારો કરી નાખ્યા છે.’
કોંગ્રેસના તમામ નેતા ગરીબો સાથે ઉભા છે : સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘હવે દિલ્હીમાં બેઠા બેઠા કોને-કેટલી રોજગારી મળશે તે નક્કી કરવામાં આવશે, જે જમીની હકીકત કરતા ક્યા દૂર છે.’ કોંગ્રેસ નેતાએ ઉમેર્યું હતું કે ‘આ યોજના કોઈ પાર્ટીની નથી પરંતુ દેશના ગરીબ લોકોની યોજના છે. આ યોજાનાને સરકાર નબળી કરીને કરોડો મજદૂરો તેમજ ગરીબોની રોજીરોટી પર પાટું માર્યું છે. આ પગલા સામે અમે લડવા તૈયાર છીએ અને 20 વર્ષ પહેલા જે ગરીબ ભાઈ-બહેનોને રોજગારનો અધિકાર માટે લડી હતી, તે આજે પણ કાળા કાનૂન માટે લડવા પ્રતિબદ્ધ છે. મારી સાથે કોંગ્રેસના તમામ નેતા અને લાખો કાર્યકર્તા ગરબોની સાથે ઉભા છે.’











