ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘અસહ્ય દુખાવો અને…’ કેન્સરની સારવારમાં ભાંગી પડી હીના ખાન, કહ્યું- ખૂબ જ અઘરી પ્રક્રિયા

નવી દિલ્હીઃ 26 ડિસેમ્બર, 2025: ટીવી એક્ટ્રેસ હિના ખાન અત્યારે તેની જિંદગીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે, પરંતુ તેની હિંમત લાખો લોકો માટે પ્રેરણા બની છે. હિનાએ ક્યારેય પોતાની કેન્સર જર્ની વિશે વાત કરવામાં ખચકાટ અનુભવ્યો નથી. તે માને છે કે તેના અનુભવોથી અન્ય લોકોમાં જાગૃતિ આવશે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં હિનાએ કીમોથેરાપી દરમિયાન વેઠેલા શારીરિક અને માનસિક દર્દ વિશે ખુલીને વાત કરી હતી.

કીમોથેરાપીના તે મુશ્કેલ દિવસો

સોહા અલી ખાનના પોડકાસ્ટમાં હિનાએ જણાવ્યું કે, “તે દિવસો મારી જિંદગીના સૌથી કપરા દિવસો હતા, જેને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. સામાન્ય રીતે દરેક દર્દીને બે કીમોથેરાપી વચ્ચે એકથી ત્રણ અઠવાડિયાનો ગેપ આપવામાં આવે છે. મારે દર ત્રણ અઠવાડિયે કીમો કરાવવી પડતી હતી. આ ટ્રીટમેન્ટ દરમિયાન દર્દી એવી વસ્તુઓનો અનુભવ કરે છે જે તેણે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી. રિકવરી ખૂબ જ ધીમી હોય છે અને દુખાવો અટકી-અટકીને આવ્યા કરે છે.”

નસોમાં થતો હતો અસહ્ય દુખાવો

હિનાએ પોતાની પીડા વિશે વાત કરતા કહ્યું, “કીમોથેરાપી પછીનું પહેલું અઠવાડિયું મારા માટે અત્યંત મુશ્કેલ રહેતું હતું. મને સૌથી વધુ દુખાવો મારી નસોમાં (veins) થતો હતો. તે અસહ્ય અને રોકાઈ-રોકાઈને આવતો હતો. જોકે, પહેલા અઠવાડિયા પછીના બાકીના બે અઠવાડિયા થોડા સારા વીતતા હતા.”

કઈ રીતે રાખ્યું પોઝિટિવ માઈન્ડસેટ?

મુશ્કેલ સમયમાં પણ હિનાએ હાર ન માની. તેણે જણાવ્યું કે જ્યારે પહેલા અઠવાડિયાનો દુખાવો ખૂબ વધી જતો, ત્યારે તેણે મન મક્કમ કરી લીધું હતું કે બાકીના દિવસો તે ખુશીથી જીવશે.

“મેં મારી જાત સાથે સમય વિતાવ્યો, ટ્રાવેલ કર્યું અને એ બધું જ કર્યું જે મને ગમતું હતું. જ્યારે મેં માનસિક રીતે નક્કી કરી લીધું કે મારે ખુશ રહેવું છે, ત્યારે હું ટ્રીટમેન્ટનો બાકીનો દુખાવો સહન કરી શકી.”

વર્કફ્રન્ટની વિગત

કામની વાત કરીએ તો, હિના ખાન છેલ્લે રિયાલિટી શો ‘પતિ પત્ની ઔર પંગા’માં તેના પાર્ટનર રોકી જાયસ્વાલ સાથે જોવા મળી હતી. આ શોને સોનાલી બેન્દ્રે અને મુનવ્વર ફારુકીએ હોસ્ટ કર્યો હતો, જ્યારે રુબિના દિલૈક અને અભિનવ શુક્લા તેના વિજેતા બન્યા હતા.

આ પણ વાંચોઃ “આરોપી જેલમાં બંધ હતો, પોલીસે કહ્યું- અમે તો એન્કાઉન્ટર કરી દીધું…”, 2 ઇન્સ્પેક્ટર સહિત 12 લોકો સામે FIR નો આદેશ

આ પણ વાંચોઃ અમદાવાદથી પકડાયો 1.5 વર્ષથી ફરાર આરોપી, રાજસ્થાન પોલીસે પકડ્યો

Back to top button