મનોરંજન

₹100 કરોડના બજેટ સામે પ્રથમ દિવસે માત્ર ₹3 કરોડનું કલેક્શન! નયનતારાની ‘મૂકુથી અમ્માન 2’ નું બોક્સ ઓફિસ પર ધીમું ઓપનિંગ

Mookuthi Amman 2 Box Office Collection: સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનતારાની બહુપ્રતિક્ષિત તમિલ ફેન્ટસી કોમેડી-થ્રિલર ફિલ્મ ‘મૂકુથી અમ્માન 2’ ગઈકાલે, 6 નવેમ્બર, 2026 ના રોજ દેશ-વિદેશના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જોકે, ટ્રેડ એનાલિસ્ટ્સ અને ચાહકોની મોટી અપેક્ષાઓ વચ્ચે બોક્સ ઓફિસ પર આ ફિલ્મની શરૂઆત અત્યંત ધીમી અને નિરાશાજનક રહી છે. ₹100 કરોડથી પણ વધુના માતબર બજેટ સાથે નિર્માણ પામેલી આ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર વિશ્વભરમાંથી માત્ર ₹3 કરોડની જ કમાણી કરી શકી છે.

તમિલ વર્ઝનનો રહ્યો સૌથી મોટો હિસ્સો

બોક્સ ઓફિસ ટ્રેકર Sacnilk ના સત્તાવાર રિપોર્ટ અનુસાર, ‘મૂકુથી અમ્માન 2’ ફિલ્મે સ્થાનિક બજારમાં તમિલ અને તેલુગુ બંને ભાષાઓના કુલ 2,127 શોમાંથી ભારતીય બોક્સ ઓફિસ પર ₹2.15 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે ભારતનું નેટ કલેક્શન ₹1.88 કરોડ રહ્યું છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની શરૂઆતમાં તમિલ વર્ઝનનો ફાળો સૌથી વધુ રહ્યો હતો, જ્યારે તેલુગુ વર્ઝનમાં પ્રેક્ષકોનો પ્રતિસાદ ખૂબ જ નબળો જોવા મળ્યો હતો.

તમિલ વર્ઝને 1,881 શોમાંથી ₹ 1.75 કરોડનું નેટ કલેક્શન કર્યું

આંકડાકીય વિગતો અનુસાર, ફિલ્મના મૂળ તમિલ વર્ઝને 1,881 શોમાંથી ₹1.75 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું, જ્યાં સિનેમાઘરોમાં એકંદર 24 ટકા ઓક્યુપન્સી નોંધાઈ હતી. બીજી તરફ, તેલુગુ વર્ઝને 246 શોમાંથી આશરે ₹13 લાખનું જ કલેક્શન કર્યું હતું, જેમાં 25 ટકા ઓક્યુપન્સી હતી. ફિલ્મના કુલ સ્થાનિક નેટ કલેક્શનમાં તમિલ વર્ઝનનો હિસ્સો 93.1 ટકા જેટલો જંગી હતો, જ્યારે તેલુગુ વર્ઝનનો હિસ્સો માત્ર 6.9 ટકા જ રહ્યો હતો. બંને ભાષાઓમાં ફિલ્મની સંયુક્ત થિયેટર ઓક્યુપન્સી 24.1 ટકા નોંધાઈ હતી.

ભવ્ય સ્કેલ છતાં ઓપનિંગ કલેક્શન નબળું

‘મૂકુથી અમ્માન 2’ ના નિર્માતાઓએ આ વખતે પ્રથમ ભાગની સરખામણીએ ફિલ્મના સ્કેલ અને બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. ફિલ્મ ટ્રેડ રિપોર્ટ અનુસાર, આ ધાર્મિક-ફેન્ટસી ફિલ્મ તૈયાર કરવા પાછળ ₹100 કરોડથી વધુનો ખર્ચ થયો છે. જોકે, આટલા મોટા બજેટ અને વિશાળ પ્રમોશન છતાં પ્રથમ દિવસે વિશ્વભરમાંથી થયેલી માત્ર ₹3 કરોડની કમાણીથી વિવેચકો અને વિતરકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

યોગી બાબુ અને ઉર્વશી પણ મુખ્ય ભૂમિકામાં

ઉલ્લેખનીય છે કે નયનતારા અભિનીત ‘મૂકુથી અમ્માન 2’ ફિલ્મનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર સુંદર સી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષ 2020 માં આવેલી અને હિટ થયેલી ફિલ્મ ‘મૂકુથી અમ્માન’ ની સિક્વલ છે, જેનું નિર્દેશન આરજે બાલાજીએ કર્યું હતું. વેલ્સ ફિલ્મ ઇન્ટરનેશનલ અને રાઉડી પિક્ચર્સના સંયુક્ત બેનર હેઠળ બનેલી આ સિક્વલમાં નયનતારા ઉપરાંત રેજિના કેસાન્ડ્રા, દુનિયા વિજય, ઉર્વશી, અભિનયા અને યોગી બાબુ જેવા દિગ્ગજ કલાકારોએ પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે.

આ પણ વાંચો: માત્ર ₹2 કરોડના બજેટની ‘હનુમાન અંશ’ હવે OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે

Back to top button