હમીરપુર: રેપનો આરોપી એટલો ડરી ગયો કે કરી લીધું સુસાઈડ, ઝાડ પર લટકતી મળી લાશ

ઉત્તર પ્રદેશ: હમીરપુર જિલ્લામાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર છોકરી પર બળાત્કાર કરનારા આરોપીએ ધરપકડના ડરથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આરોપીનો મૃતદેહ ખેતરમાં ઝાડ પર લટકતો મળી આવ્યો છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, લાશનો કબજો લીધો અને કેસની તપાસ શરૂ કરી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
આ ઘટના હમીરપુર જિલ્લાના બિવાનેર વિસ્તારમાં બની છે. અહીં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેની 10 વર્ષની પુત્રી ગામમાં ભોજન સમારંભમાં ગઈ હતી. આ દરમિયાન, તે જ ગામના આલોક નામના યુવકે મહિલાની પુત્રીને તેના ઘરે દૂધ લેવા માટે મોકલી હતી. જ્યારે પુત્રી એક કલાક સુધી પાછી ન આવી, ત્યારે છોકરીના કાકા તેને શોધવા માટે આલોકના ઘરે ગયા. જોકે, છોકરી ક્યાંય મળી ન હતી તેથી પરિવાર વધુને વધુ ચિંતાતુર બન્યો.
સગીર બાળકી પર બળાત્કાર
જ્યારે બધાએ છોકરીને શોધવાનું શરૂ કર્યું, ત્યારે તે ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મળી આવી. આ પછી છોકરીએ તેના પરિવારને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. છોકરીએ કહ્યું કે, તેના કાકા આલોકે તેની સાથે ખોટુ કર્યું છે. છોકરીની માતાની ફરિયાદના આધારે, પોલીસે આલોક વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો અને તેની શોધ શરૂ કરી. ગામલોકોએ તેને આખા ગામમાં શોધ્યો, પરંતુ તે ક્યાંય મળ્યો નહીં.
આરોપીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળ્યો
રવિવારે સવારે આલોકનો મૃતદેહ તેના ખેતરમાં ઝાડ પર લટકતો મળી આવ્યો. ખેતરમાં કામ કરવા પહોંચેલા ખેડૂતોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, લાશનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. બળાત્કારની ઘટના બાદથી પોલીસ આલોકને શોધી રહી હતી. તેઓ તેને પકડવા માટે તેના ઘરે પણ ગયા હતા, જેની આલોકને ખબર હતી. તેને પકડાઈ જવાનો ખુબ જ ડર હતો. એવું માનવામાં આવે છે કે આ જ કારણે તેણે આત્મહત્યા કરી લીધી.
બિવાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નંદરામ પ્રજાપતિએ જણાવ્યું કે મૃતક યુવક વિરુદ્ધ શનિવારે રાત્રે સગીરા પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેની શોધ ચાલી રહી હતી, અને રવિવારે સવારે તેનો મૃતદેહ લટકતો મળી આવ્યો. સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઇન્ડિયા ગેટ ફરાવાની ના પાડી તો કેબ ડ્રાઈવરને મારી નાખ્યો, ચારની ધરપકડ












