ગુજરાત : અમેરિકાના ટેરિફથી સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ

- અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 26 ટકા જેટલા ઊંચા ટેરિફને પગલે ચિંતા
- બાંગ્લાદેશ, થાઇલેડન્ડ અને વિયેતનામ સહિતના દેશોમાં ગારમેન્ટ ઉદ્યોગ વધુ
- 26 ટકા ટેરિફથી ચૌક્કસપણે ટેક્સટાઈલ ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 26 ટકા જેટલા ઊંચા ટેરિફને પગલે સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ પણ બાકાત નહીં રહેતા ઉદ્યોગકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ટેરિફ મુદ્દે દરમિયાનગીરી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે.
વિશ્વના દેશ ઉપર લાદવામાં આવેલા ઊંચા ટેરિફમાંથી ભારત પણ બાકાત નથી
બીજી બાજુ ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ ઉપર થનારી માઠી અસરને પગલે માત્ર એક્સપોર્ટમાં ઘટાડો જ નહીં, પરંતુ તેની સીધી અસર સ્થાનિક અન્ય ઉદ્યોગ-ધંધા ઉપર જોવા મળશે એવો પણ મત ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની આર્થિક સ્વતંત્રતા ગણાવી વિશ્વના દેશ ઉપર લાદવામાં આવેલા ઊંચા ટેરિફમાંથી ભારત પણ બાકાત નથી. ભારતમાં લાદવામાં આવેલા 26 ટકા ટેરિફના પગલે સુરતની ઓળખ ગણાતો ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ પણ સકંજામાં આવ્યો છે અને ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશ, થાઇલેડન્ડ અને વિયેતનામ સહિતના દેશોમાં ગારમેન્ટ ઉદ્યોગ વધુ
ટેક્સટાઇલ ઉદ્યોગકારોના મતે બાંગ્લાદેશ, થાઈલેન્ડ, વિયેતનામ અને ચાઈના જેવા દેશની સરખામણીમાં ભારતનો ટેરિફ ભલે ઓછો છે. પરંતુ બાંગ્લાદેશ, થાઇલેડન્ડ અને વિયેતનામ સહિતના દેશોમાં ગારમેન્ટ ઉદ્યોગ વધુ છે. જયારે ભારતમાં એમએમએફ (મેન મેઇડ ફાયબર) માં ભારત અગ્રેસર છે. અમેરિકામાં એમએમએફની જે કુલ આયાત થાય છે તેમાં ભારતનો હિસ્સો 30 ટકા છે. જેથી ટ્રમ્પે લાદેલા 26 ટકા ટેરિફથી ચૌક્કસપણે ટેક્સટાઈલ ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે.
આ પણ વાંચો: સુરત : હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ












