ટ્રેન્ડિંગનેશનલ

Gujarat Riots: ગોધરાકાંડ પછીના રમખાણોના ચાર કેસમાં કોર્ટે 35 આરોપીઓને નિર્દોષ કર્યા જાહેર

ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેની સેશન્સ કોર્ટે 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના ચાર કેસમાં તમામ 35 જીવિત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. રમખાણોમાં 3 લોકોના મોત થયા હતા.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ટ્રાયલ દરમિયાન સાક્ષીઓ પોતાના નિવેદનથી પલ્ટી જવાને કારણે “પુરાવાઓના અભાવે” આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

પુરાવાનો નાશ કરાયો
હાલોલના એડીશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીએ તારણ કાઢ્યું હતું કે આરોપીઓ ચાર રમખાણોના કેસમાં સંડોવાયેલા હતા તે સાબિત થઈ શક્યુ નથી. જેમ કે રૂહુલ પડવા, હારૂન અબ્દુલ સત્તાર તાસિયા અને યુસુફ ઈબ્રાહીમ શેખને ઘાતક હથિયારો વડે મારી નાંખવામાં આવ્યા હતા. મૃત્યુ  પછી ગુનાના પુરાવાનો છુપાવવા માટે તેમને સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટનાના એક દિવસ બાદ 28 ફેબ્રુઆરી 2002ના રોજ ડેરોલ રેલવે સ્ટેશન પર બની હતી.

પુરાવાના અભાવે કોર્ટે 35 આરોપીઓને જાહેર કર્યા નિર્દોષ 

કોર્ટે કહ્યું હતું કે તમામ 35 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા કારણ કે એવા કોઈ પુરાવા નથી કે આરોપીઓએ જે કલમો હેઠળ ગુનો કર્યો હતો તે દર્શાવતો હતો. 2002માં કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં કુલ 52 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 17 ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. 20 વર્ષથી વધુ સમય સુધી આ ટ્રાયલ ચાલી હતી.

કોર્ટે એ પણ નોંધ્યું હતું કે પીડિતો વિવિધ અધિકારીઓ સમક્ષ નોંધાવાલા તેમના નિવેદનોમાં અસંગત હતા. કોર્ટે કહ્યું, “કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષીઓ, ખાસ કરીને મુસ્લિમ સાક્ષીઓ કે જેઓ રમખાણોના કથિત ભોગ બનેલા છે, તેમણે રમખાણોના વ્યાપકપણે અલગ-અલગ હિસાબ આપ્યા છે…”

દોષિતો સાથે નિર્દોષ વ્યક્તિઓને ફસાવવાનું મોટું જોખમ

કોર્ટે વધુમાં કહ્યું કે, ‘આ ઉપરાંત આમાં દોષિતો સાથે નિર્દોષ વ્યક્તિઓને ફસાવવાનો મોટો ખતરો છે. નિર્દોષ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવવાની શક્યતા ન્યાયાધીશે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે આવા કિસ્સાઓમાં પક્ષકારો તેમના શક્ય તેટલા દુશ્મનોને ફસાવવાનો પ્રયાસ કરે છે. કોર્ટે અવલોકન કર્યું કે આ મામલાઓમાં પોલીસ સાક્ષીઓ અવિશ્વસનીય હતા કારણ કે તેમાંથી કોઈએ તપાસ દરમિયાન અને ટ્રાયલ દરમિયાન બદમાશોની ઓળખ કરી નથી.

આ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ગેરકાયદેસર સભા, રમખાણો અને લૂંટ સહિત અન્ય કલમોનો સમાવેશ થાય છે. આ સાથે જ બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: BJPને હરાવવા માટે અખિલેશ યાદવે બનાવી ખાસ ફોર્મ્યુલા, શું છે PDA ફોર્મ્યુલા?

 

Back to top button