ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં

અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2025: રાજ્યમાં ચોમાસાએ જતા જતા જમાવટ કરી છે. આજે સવારે 6 કલાક પૂરા થતાં 24 કલાકમાં રાજ્યમાં104 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા. નાંદોદમાં 4.69 ઇંચ, બોડેલીમાં 3.94 ઇંચ, હાલોલમાં 3.70 ઇંચ, જેતપુર પાવીમાં 2.83 ઇંચ, જાંબુઘોડામાં 2.68 ઇંચ, નેત્રંગમાં 2.48 ઇંચ, ગોંડલમાં 2.28 ઇંચ, મોડાસામાં 2.20 ઇંચ, ગલતેશ્વરમાં 2.17 ઇંચ, સંખેડામાં 2.09 ઇંચ, માલપુરમાં 2.05 ઇંચ વરસાદ પડ્યો હતો.

ખાનપુરમાં 1.85 ઇંચ, વડોદરામાં 1.81 ઇંચ, કપડવંજમાં 1.81 ઇંચ, સાવલીમાં 1.69 ઇંચ, ડેસરમાં 1.57 ઇંચ, કામરેજમાં 1.46 ઇંચ, જંબુસરમાં 1.18 ઇંચ, વિજયાનગરમાં 1.06 ઇંચ, નવસારીમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં 0.94 ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજયમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી ઝાપટાંની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને, મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સરેરાશ 109.40 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.84 ટકા, પૂર્વ મધ્યમાં 111 ટકા, સૌરાષ્ટ્રમાં 94.80 ટકા, દક્ષિણ ગુજરાતમાં 114.01 ટકા વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 95.85 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 93.61 ટકા જળ સંગ્રહ છે. રાજ્યમાં 145 ડેમ હાઇ એલર્ટ પર છે. જ્યારે 118 ડેમ સો ટકા ભરાયેલા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનો ક્લાર્ક લાંચ લેતા ACBની ઝપટે ચડ્યો

Back to top button