ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનો ક્લાર્ક લાંચ લેતા ACBની ઝપટે ચડ્યો

ગાંધીનગર, તા. 20 સપ્ટેમ્બર, 2025: ACB દ્વારા લાંચ લેતા ઇસમો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક ઇસમો સુધરતા નથી. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો ક્લાર્ક લાંચ લેતા એસીબીની ઝપટે ચડ્યો હતો. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ના આઉટ સોર્સ સુપર વાઈઝર અને ક્લાર્કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વેઈટિંગ લિસ્ટમાં રહેલા લાભાર્થી પાસેથી 70 હજારની માંગણી કરી હતી.

જેમાં ફાઇલ ઝડપી ક્લિયર કરવા અને મકાનના દસ્તાવેજ સહિતની કામગીરી માટે GUDAના કર્મચારીએ લાંચ માગી હતી. સમગ્ર મામલે ACBને જાણ કરતાં બંને કર્મચારીને ઝડપી પાડવા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ACB ટ્રેપ ગોઠવીને રોહન પાર્કર અને નયન પરમાર નામના બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ કામગીરી ગાંધીનગર એસીબી એકમના ટ્રેપીંગ ઓફિસર એચ બી ચાવડા અને સુપરવિઝન અધિકારી એ કે પરમાર દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વરસાદ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીથી ગરબા આયોજકો ચિંતામાં

Back to top button