ગુજરાત: ભાવનગરમાં કાલથી બે દિવસ વીજ અને પાણી કાપ, 25થી વધુ વિસ્તારને થશે અસર
- મંગળવાર અને બુધવારના દિવસે શહેરના ઘણા વિસ્તારમાં વીજ કાપ
- તારીખ 8 અને 9 એપ્રિલ દરમ્યાન શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી મળશે નહિ
- પી.જી.વી.સી.એલ. ના વીજ કાપના કારણે ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ
ભાવનગરમાં ઉનાળાની ગરમીના દિવસોમાં વીજ તંત્રને કામગીરી યાદ આવી હોય તેમ મંગળવાર અને બુધવારના દિવસે શહેરના ઘણા વિસ્તારમાં વીજ કાપ રાખવામાં આવ્યો છે, જેના પગલે મહાપાલિકા પાણી આપી શકશે નહીં તેથી મહાપાલિકાએ બે દિવસ પાણી કાપ જાહેર કર્યો છે.
પી.જી.વી.સી.એલ. ના વીજ કાપના કારણે ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ
ભાવનગર શહેરમાં આગામી તા. ૦૮ અને તા. ૯ એપ્રિલ-૨૦૨૫ ને બુધવારના રોજ પી.જી.વી.સી.એલ. ના વીજ કાપના કારણે ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે, જેમાં તા. ૦૮ એપ્રિલને મંગળવારના રોજ તખતેશ્વર ફિલ્ટર આધારિત સીટી સપ્લાય કણબીવાડ સમગ્ર વિસ્તાર, કરચલીયાપરા, એમ.જી. રોડ, બાર્ટન લાઈબ્રેરી, મામાકોઠા રોડ વગેરે વિસ્તાર, કાઝીવાડ ચોક, નવાપરા, રસાલા કેમ્પ, માધવ દર્શન પાછળનો વિસ્તાર, જેલ રોડ, આદર્શ સોસાયટી, ઈ.એસ.આર.-૧ -૨ નો સપ્લાય વાલ્મીકી વાસ વિદ્યાનગર, કાળુંભા રોડ, બારસે શિવ મહાદેવ વાડી, ગુલીસ્તા, વાઘાવાડી રોડ, ડોસ્લીનું નેરૂ, ડી.એસ.પી. ઓફીસ આજુબાજુનો વિસ્તાર, ઘોઘા સર્કલ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ટી.વી. કેન્દ્ર, કુકડા કેન્દ્ર, છાપરું હોલ વગેરે વિસ્તારમાં પાણી અપાશે નહીં.
સવારે 6 થી 12 સુધી વીજ પુરવઠો આપવામાં આવશે નહિ
8 એપ્રિલે તખતેશ્વર પંપિંગ, ન્યુ ફિલ્ટર, કાળુભા રોડ, સહિતના વિસ્તારમાં વીજકાપ સાથે 9 એપ્રિલે આનંદનગર જૂની એલઆઇજી, દિપક ચોક, મહિલા કોલેજ અને યસવંતરાય નાટ્યગૃહ સહિતના વિસ્તારોમાં વિજકાપ કરવામાં આવશે. આ દિવસો દરમ્યાન મેઇન્ટનન્સની કામગીરીને પગલે સવારે 6 થી 12 સુધી વીજ પુરવઠો આપવામાં આવશે નહિ.
તારીખ 8 અને 9 એપ્રિલ દરમ્યાન શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી મળશે નહિ
તારીખ 8 અને 9 એપ્રિલ દરમ્યાન શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી મળશે નહિ. ફિલ્ટર વિસ્તારમાં વીજકાપ હોવાના કારણે લોકોને પાણી વગર ટળવળવું પડશે. 8 એપ્રિલ તખતેશ્વર ફિલ્ટર હેઠળના વિસ્તારમાં પાણી પુરવઠો નહીં મળે તથા 9 એપ્રિલના ડાયમંડ ઇ.એસ.આર હેઠળના વિસ્તારમાં પાણી પુરવઠો નહીં મળે તેમજ મંગળવારે કણબીવાડ, નવાપરા, જેલ રોડ, વિદ્યાનગર, ઘોઘા સર્કલ અને આંબાવાડી સહિતના વિસ્તારમાં પાણીકાપ તથા બુધવારે આનંદનગર, સ્લમ બોર્ડ, તિલકનગર, માણેકવાડી, ડોન વિસ્તાર અને હરિયાળા પ્લોટ વિસ્તારમાં પાણીકાપ રહેશે.
આ પણ વાંચો: વિદેશમાં ભણેલા વિદ્યાર્થીઓએ ભારતમાં નોકરી માટે આ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે












