ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો

  • ચૂંટણી માટેની પ્રક્રિયા 16 સપ્ટેમ્બર (આજથી) થી શરૂ થઈ છે
  • આ વખતે પણ હરીફ પેનલ ઊભી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે
  • વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી માટેની પ્રક્રિયા 16 સપ્ટેમ્બર (આજથી) થી શરૂ થઈ છે અને 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે પણ હરીફ પેનલ ઊભી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે બનાસ ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ

વિવિધ પક્ષો અને સહકારી આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ચૂંટણી વધુ રસપ્રદ બની છે. બનાસ ડેરીના સભાસદો અને સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે. મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.

ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે

ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ અનુસાર, ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે. ઉમેદવારોને 29 સપ્ટેમ્બર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવી છે.

Back to top button