ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

દિવાળીએ વતન જવું છે? અમદાવાદના આ 3 સ્ટોપેજ પરથી દોડશે વધારાની બસો!

Ahmedabad: દિવાળી અને બેસતા વર્ષના તહેવારો ટાણે વતન ભણી જતા મુસાફરોની અભૂતપૂર્વ ભીડને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સરળતા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોના દિવસોમાં મુસાફરોને રઝળપાટ ન કરવો પડે તે હેતુથી સમગ્ર રાજ્યમાં 2,400 જેટલી વધારાની બસો મારફતે 8,000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપ્સનું સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાંથી ઉપડતા પ્રવાસીઓ માટે ઇસ્કોન, સીટીએમ (CTM) અને અડાલજ ખાતેથી સીધી બસ સેવાઓ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત, કંડક્ટર સાથે છૂટા પૈસાની રકઝક ટાળવા માટે તમામ કંડક્ટરોને QR કોડ સ્કેનરથી સજ્જ કરાશે, જેનાથી મુસાફરો ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરી શકશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

4 થી 7 નવેમ્બર દરમિયાન સ્પેશિયલ બસોનું સંચાલન

એસ.ટી. નિગમ દ્વારા 4 નવેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન તહેવારોના મુખ્ય દિવસોમાં વધારાની બસો રસ્તા પર દોડાવવામાં આવશે. અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ કંટ્રોલર જે. બી. કરોતરાના જણાવ્યા મુજબ, અમદાવાદ ડિવિઝન તરફથી માત્ર અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે 1,150થી વધુ વધારાની ટ્રીપોનું સંચાલન ગોઠવાયું છે. આ બસો મુખ્યત્વે સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને સરહદી રાજસ્થાન તરફ દોડાવાશે. ભાઈબીજ બાદ વેકેશન દરમિયાન સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા ધાર્મિક સ્થળો માટે પણ પૂરતી બસો ફાળવવામાં આવશે.

ઇસ્કોન, CTM અને અડાલજથી સીધી બસો: સૌરાષ્ટ્ર તરફ 50% ગ્રૂપ બુકિંગ ફૂલ

ગીતામંદિર સેન્ટ્રલ બસ સ્ટેશને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ છેડે આવેલા મુખ્ય ત્રણ પોઇન્ટ્સ—ઇસ્કોન ચાર રસ્તા, સીટીએમ એક્સપ્રેસ-વે અને અડાલજ ત્રિમંદિર સર્કલ પરથી સીધી એક્સ્ટ્રા બસો ઉપડશે. મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આ ત્રણેય સ્થળો પર એસ.ટી. નિગમના અધિકારીઓ અને સુપરવાઈઝર તૈનાત રહેશે. 2 નવેમ્બરથી શરૂ થનારા આ વિશેષ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં અત્યારથી જ 50 ટકા જેટલું એડવાન્સ ગ્રૂપ બુકિંગ થઈ ગયું છે.

આ પણ વાંચો:  ભારતની હાર બાદ અય્યરના નિર્ણય પર સવાલ, વૈભવ સૂર્યવંશીને કેમ કર્યો બહાર?

QR કોડ સ્કેન કરી ડિજિટલ ભાડું ભરી શકાશે

કંડક્ટર અને મુસાફરો વચ્ચે રોકડ નાણાં કે છૂટા પૈસા અંગે થતી માથાકૂટના કાયમી નિવારણ માટે નિગમે કંડક્ટરોને આપેલા ઈટીએમ (ETM) મશીનમાં ડાયનેમિક QR સ્કેનરની વ્યવસ્થા કરી છે, જેથી મુસાફરો UPI એપ્લિકેશન્સ દ્વારા ભાડું ચૂકવી શકશે. મુસાફરો GSRTCની સત્તાવાર વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશન મારફતે ઘરે બેઠા અગાઉથી રિઝર્વેશન કરાવી શકે છે. વધુ માહિતી કે મુસાફરી સહાય માટે નિગમના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:   વિદેશી ભૂતોને ભૂલાવી દે તેવો ઓરીનો લુક! ‘તુમ્બાડ’ના ‘હસ્તર’ બનીને હેલોવીન પાર્ટીમાં મચાવી ધમાલ
Back to top button