ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

વિદેશી ભૂતોને ભૂલાવી દે તેવો ઓરીનો લુક! ‘તુમ્બાડ’ના ‘હસ્તર’ બનીને હેલોવીન પાર્ટીમાં મચાવી ધમાલ

Orry: જાહ્નવી કપૂર અને ખુશી કપૂર જેવા બોલિવૂડ સ્ટારકિડ્સનો મિત્ર અને ઇન્ફ્લુએન્સર ઓરહાન અવત્રામણિ ઉર્ફે ઓરી અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ઓરી સોશિયલ મીડિયા પર અવારનવાર એવા ફોટા અને વીડિયો શેર કરે છે, જે જોતજોતામાં વાયરલ થઈ જાય છે. થોડા દિવસો પહેલાં ઓરીએ ઈશા અંબાણીના જન્મદિવસ પર એક AI વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં બંને શાહરુખ ખાન અને કાજોલના ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના આઇકોનિક ગીત ‘યે લડકા હૈ દીવાના’ પર ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં. હવે ઓરી પોતાના હેલોવીન લુકને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેણે એક હેલોવીન પાર્ટીમાં હાજરી આપી હતી, જ્યાં તે વર્ષ 2018ની હોરર-થ્રિલર ફિલ્મ ‘તુમ્બાડ’ના ભયાનક વિલન ‘હસ્તર’ના અવતારમાં જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઓરીનો લુક એટલો અલગ અને ડરામણો હતો કે પહેલી નજરે તેને ઓળખવો પણ મુશ્કેલ બની જાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘હસ્તર’ના અવતારમાં જોવા મળ્યો ઓરી

દર વર્ષે બોલિવૂડની જાણીતી હસ્તીઓ હેલોવીન પર અલગ-અલગ ડરામણા લુકમાં પાર્ટીનો આનંદ માણે છે. કોઈ વેમ્પાયર બને છે, તો કોઈ ઝોમ્બી કે જોકરનો અવતાર ધારણ કરે છે. જોકે, ઓરીએ આ વખતે આવા સામાન્ય ગેટઅપ્સને બદલે ભારતીય સિનેમા અને લોકકથાઓના સૌથી ભયાનક પાત્રોમાંના એક ‘હસ્તર’ને પસંદ કર્યો. હેલોવીન પાર્ટીમાં ઓરી વર્ષ 2018ની કલ્ટ હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ના લોભી દેવતા હસ્તરના રૂપમાં પહોંચ્યો હતો. તેનો ગેટઅપ માત્ર ડરામણો જ નહીં, પરંતુ ફિલ્મના પાત્રને મળતો આવતો પણ હતો. સોશિયલ મીડિયા પર ઓરીનો આ લુક ખૂબ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

લાંબા નખ અને હાથમાં વૂડૂ ડોલવાળો મોબાઇલ

‘હસ્તર’ બનવા માટે ઓરીએ પોતાના આખા શરીરને લાલ રંગથી રંગ્યું હતું, જે ફિલ્મના હસ્તર પાત્રની યાદ અપાવે છે. તેણે માથા પર તાજ, હાથમાં વાંકી અને લુંગી પહેરી હતી. આંખોની નીચે ઘેરો કાળો રંગ લગાવ્યો હતો, જેના કારણે તેનો ચહેરો વધુ ભયાનક દેખાતો હતો. આટલું જ નહીં, ઓરીએ હાથ અને પગની આંગળીઓ પર લાંબા નખ પણ લગાવ્યા હતા. જ્યારે તે ઘરની બહાર આવ્યો ત્યારે તેને જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના હાથમાં એક મોબાઇલ પણ જોવા મળ્યો હતો, જેના કવર પર વૂડૂ ડોલની ડિઝાઇન હતી. ઓરીનો આ આખો લુક ફિલ્મના હસ્તર પાત્રને જીવંત કરતો હોય તેવો લાગતો હતો.

આ પણ વાંચો:  ખાંભાના ઘરમાં સિંહની એન્ટ્રી! કલાકો સુધી ઓરડામાં જમાવ્યો અડિંગો

પેપ્સ સાથે ઓરીની મજેદાર વાતચીત

ઓરી જેવા જ ઘરની બહાર આવ્યો કે પાપારાઝીએ તેની સાથે મજાકિયા અંદાજમાં વાતચીત શરૂ કરી. ઓરીએ પણ પોતાના જાણીતા અંદાજમાં જવાબ આપ્યા. તેણે પાપારાઝીને પૂછ્યું કે તે જાડો દેખાય છે કે પાતળો? તેના જવાબમાં એક ફોટોગ્રાફરે કહ્યું, ‘તમે મીડિયમ દેખાઈ રહ્યા છો… મીડિયમ હોરર.’ આ સાંભળીને ત્યાં હાજર સૌ હસી પડ્યા હતા. ત્યારબાદ ઓરીએ કેમેરા સામે જોઈને ફિલ્મ ‘તુમ્બાડ’નો આઇકોનિક ડાયલોગ પણ બોલ્યો, ‘સૂઈ જાઓ, નહીં તો હસ્તર આવી જશે.’ ઓરીનો આ અનોખો હેલોવીન લુક હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને લોકો તેના અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગીર સોમનાથમાં માવઠાનો માર! મગફળી-ચણાના પાક પર નુકસાનનું સંકટ
Back to top button