‘પંજાબીઓને લડાઈ શીખવશો નહીં’, દિલજીતે કોન્સર્ટમાં CJPને આપ્યો જવાબ
Diljit Dosanjh : દિલ્હીના કોન્સર્ટમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝએ CJP પ્રોટેસ્ટ દરમિયાન થયેલી ટીકા અંગે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘પંજાબીઓને લડાઈ કેવી રીતે લડવી તે શીખવશો નહીં.’ તેમના આ નિવેદન બાદ CJPના સ્થાપક અભિજીત દિપકેની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
શુક્રવારે રાત્રે, 30 ઑક્ટોબરે, નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દિલજીત દોસાંજે પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના લોકપ્રિય ગીતો રજૂ કર્યા અને દર્શકો સાથે વાતચીત પણ કરી હતી. કોન્સર્ટ દરમિયાન તેમણે પોતાના જૂના નિવેદન ‘હું એક કલાકાર છું, ભાઈ’ને લઈને થયેલા વિવાદ અંગે પણ ઇશારામાં વાત કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
થોડા મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન દરમિયાન દિલજીતને દિલ્હીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતૃત્વમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે ગાયકે કહ્યું હતું, ‘ભાઈ, મને આ વિરોધ પ્રદર્શનો અને આવી બાબતોથી દૂર જ રહેવા દો. હું એક કલાકાર છું, કોઈ રાજનેતા નથી.’ દિલજીતની આ ટિપ્પણીથી CJPના કાર્યકર અભિજીત દિપકે નારાજ થયા હતા અને તેમણે ગાયકની ટીકા કરી હતી.
અભિજીત દિપકેને દિલજીત દોસાંજે આપ્યો જવાબ
શુક્રવાર, 30 ઑક્ટોબરના રોજ દિલજીત દોસાંજે કોઈનું નામ લીધા વિના CJP પર નિશાન સાધ્યું હતું. તેમણે કોન્સર્ટ દરમિયાન કહ્યું હતું,
‘હું તમને બધાને પ્રેમ કરું છું, કારણ કે હું એક કલાકાર છું, ભાઈ. હું અત્યારે શાંત છું તો મને શાંત જ રહેવા દો. હું તમને બધાનું સમર્થન કરું છું. પંજાબીઓને લડાઈ કેવી રીતે લડવી તે શીખવશો નહીં.’
દિલજીતના કોન્સર્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અભિજીત દિપકેએ ઇન્સ્ટાગ્રામ પર એક નોટ લખી હતી. આ નોટમાં તેમણે ગાયક પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કર્યું હતું અને તેમને આ વાત અહીં જ પૂરી કરવાની વિનંતી કરી હતી. તેમણે લખ્યું હતું,
‘નાના ભાઈ સમજીને આ વાતને માટી નાખો.’:અભિજીત દિપકે
View this post on Instagram
દિલજીતના નિવેદન પર અભિજીત દિપકેએ શું કહ્યું?
અભિજીત દિપકેએ પોતાની નોટમાં લખ્યું હતું, ‘પાજી, જૂન મહિનામાં જ્યારે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે તમારી ટિપ્પણીથી મને થોડું દુઃખ થયું હતું. આવું એટલા માટે નહોતું કે મને તમારી સાથે કોઈ વ્યક્તિગત સમસ્યા હતી, પરંતુ એટલા માટે કે મેં હંમેશાં તમને એવા વ્યક્તિ તરીકે જોયા છે, જે યોગ્ય મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે, જેમ કે તમે પોતે પણ કહ્યું હતું.’
તેમણે આગળ લખ્યું, ‘સાચું કહું તો હું હંમેશાં તમારો પ્રશંસક રહ્યો છું અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ હું તમારાં ગીતો સાંભળું છું. હકીકતમાં, આ વર્ષે મે મહિનામાં ભારત પરત ફરતાં પહેલાં હું શિકાગોમાં તમારા કોન્સર્ટમાં ગયો હતો. ત્યાં હું માત્ર તમારાં ગીતો સાંભળવા માટે જ નહોતો ગયો, પરંતુ તમે જે પ્રકારના વ્યક્તિ છો, તેના માટે પણ મારા મનમાં હંમેશાં ખૂબ સન્માન રહ્યું છે. તમારું સાહસ, તમારી સચ્ચાઈ અને પોતાનાં મૂળ સાથે જોડાયેલા રહીને ભારતને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવાની તમારી રીત મને પસંદ છે.’
આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ, T20Iમાં હાંસલ કરી મોટી સિદ્ધિ
દિલજીતની વાતથી દુઃખી થયા હતા દિપકે
પોતાની નોટમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ વધુમાં લખ્યું હતું, ‘આ બધી બાબતો માટે હું હંમેશાં તમારું સન્માન કરતો આવ્યો છું. કદાચ આ જ કારણ છે કે તમારી એ ટિપ્પણીથી મને થોડું દુઃખ થયું હતું, કારણ કે હું હંમેશાં તમારો ખૂબ આદર કરતો રહ્યો છું. જોકે, એક અસહમતિ કે ગેરસમજને કારણે તમારા પ્રત્યેના મારા સન્માન અને પ્રશંસામાં કોઈ ઘટાડો થયો નથી.’
અંતમાં તેમણે દિલજીતને વિનંતી કરતાં લખ્યું હતું કે,
‘બાકી પાજી, નાના ભાઈ સમજીને આ વાતને અહીં જ પૂરી કરી દો.’ સાથે જ તેમણે પંજાબી પંક્તિઓ પણ લખી હતી: ‘ગબરુ તા વૈરી નૂ વી મીઠા બોલદા, ની તૂ તા ફેર જટ્ટ દા પ્યાર ગોરિયે.’












